Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 103
________________ 44. SHRI KARNAVATI TIRTHA (AHMEDABAD) (SHRI DHARMANATH BHAGAVAN) This tirtha is situated in the Hatheesing Vadi outside the Delhi gate in Ahmedabad city. The architecture of this Jina temple holds a unique place and greatness. Unusually fine indeed is the beauty of this vast complex with fifty two Jina temples. There is no equal of its structure and its art and architecture bring to our memory, the temples at Abu-Delvada. Fergusson, James Samulson, Ananda Kumaraswami and Ratnamanirao Jote etc. have freely eulogized it. There is a fine pandal with one storey on the complex. The carving on the middling pandal and underground cellar is the best to be had. There is an upper floor and underground cellar. The art of the divine plane is also pleasing and artistic. The gods and goddesses installed on the outskirts are simply charming. There is here an abundance of gorgeous ornaments, lovely shapes, delightful beauty and girdles with types full of variety. Nertwork of windows is in abundance. There is no end to extremely elevated carving with exiquisite taste. On the death of Sheth Hutheesing his wife Harakunvar spent lakhs of rupees on the temple and held a 21 day celebration on a vast scale and got the installation ceremony performed at the auspicious hands of Acharya Shri Shantisagara surishvaraji on the sacred eleventh day of the bright half of Maha in V.S. 1903. At one time this city was a centre of the Jaina faith. In the 10th century there was here a vast temple of Parshvanath Bhagavan. Minister Udayana constructed here a vasta Jain temple "Udayana Vihara" by name. Jain temples here were in hundreds. To-day also there are more than 225 Jina temples over here. Of all the temples in the city the temple of Shri Sambhavanatha is considered to be the oldest of the Jaina temples. ૪૪. શ્રી કર્ણાવતી તીર્થ (અમદાવાદ) (શ્રીધર્મનાથ ભગવાન) અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજાની બહાર શેઠ હઠીસિંહની વાડીમાં આ તીર્થ આવેલું છે. શેઠ હઠીસિંહ જિનાલય ગુજરાતનાં સ્થાપત્યોમાં વિશિષ્ટ ગૌરવ ધરાવે છે. આ અનુપમ વિશાળ બાવન જિનાલય મંદિરની શોભા અનેરી છે.એની નિર્માણકલા અજોડ છે અને એની શિલ્પકલા આબુ-દેલવાડાનું સ્મરણ કરાવે છે. ફર્ગ્યુસન, જેમ્સ સેમ્પલસન, આનંદકુમાર સ્વામી અને રત્નમણિરાવ જોટે આદિએ અહીંની શિલ્પકલાની મુકતકંઠે પ્રશંસા કરી છે. આ જિનાલયમાં એક માળવાળો સુંદર મંડપ છે. વચલા મંડપ અને ગભારાની કોતરણી ઉત્તમ પ્રકારની છે. ઉપર માળ અને નીચે ભોંયરું છે. દેવવિમાનનું કામ પણ કલાત્મક છે. મંદિરની બહારની દેવકુલિકાઓની આકૃતિઓ સુંદર અને લાવણ્યમયી છે. ઠસ્સાદાર અલંકારો, સૌષ્ઠવપૂર્ણ આકારો, મનમોહક સૌંદર્ય અને વૈવિધ્યભરી ભાતોની વિપુલતા અહીં પ્રગટ થાય છે. જુદા જુદા પ્રકારની જાળીઓ પણ પુષ્કળ પ્રમાણમાં દેખાય છે. ઉચ્ચ સંસ્કાર અને સુરુચિભરી કોરણીનો તો અહીં પાર નથી. શેઠ હઠીસિંહના અવસાન પછી એમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ લાખો રૂપિયા ખર્ચીને ૨૧ દિવસના વિરાટ મહોત્સવ સાથે વિ.સં. ૧૯૦૩ની મહા વદ ૧૧ના શુભ દિને આ. શ્રી શાંતિસાગરસૂરીશ્વરજીના સુહસ્તે પ્રતિષ્ઠા કરાવી. એક સમયે આ નગર જૈન ધર્મનું કેન્દ્ર હતું. ૧૦મી સદીમાં પાર્શ્વનાથ ભગવાનનું એક વિશાળ મંદિર અહીં હતું. ઉદયન મંત્રીએ ઉદયનવિહાર નામથી એક વિશાળ જૈનમંદિરનું અહીં નિર્માણ કર્યું હતું. અહીં સેંકડોની સંખ્યામાં જૈન મંદિરો હતાં. આજે પણ આશરે ૨૨૫થી વધારે જિનાલય છે.આ બધાં જ મંદિરોમાં ઝવેરીવાડમાં આવેલું શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર શહેરનું સૌથી પ્રાચીન જૈનમંદિર ગણાય છે. તીર્થનંદના - ૪૪ (૩) લલીતાદેવી જયચંદ, કસ્તુરચંદ સોલંકી પરિવાર - પિન્ડવાડા (૧) હર્ષપૂર્ણાશ્રીજીની ૭૨મી ઓળી નિમિત્તે હ.તેજસ-વલસાડ (૪) સ્વ. સંઘવી રેવાબહેન મણિલાલના સ્મરણાર્થે હ.ચંપકભાઈ, (૨) મંજુલા જયંતીલાલ સંઘવી :નિકેશ, રાગિણી, પ્રિયંક, ફોરમ (૫) પદમાબહેન ચંદુલાલદુર્લભદાસ વાસા ચોમાસા નિમિત્તે હ. વિજય 101 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252