________________
54. SHRI 108 JAINA-TIRTHADARSHAN MANDIR SURAT
(SHRI SUVIDHINATH BHAGAVAN)
The Jina temple of Shri Suvidhinath Bhagavan, in the Desai Pole, Surat, is one of the famous 108 tirthas of India. At the time when the Managing Trustee of the Jain firm of Desai Pole, Sheth Shri Dahyabhai Ratanchand Kinariwala and the worthy Muni Shri Kushalachandravijayaji Maharaj Saheb were looking after the repairs of the temple, one good thought struck in their mind. They nourished a sacred thought that since the original salutation mantra consists of 68 letters, MULANAYAKAS of 68 tirthas throuhgout India be selected and their pictures be made and exhibited, so that devotees can have the benefit of their magnanimous, awe-inspiring sacred DARSHANA. They gave expression to this their feeling before the late most revered Acharya Shri Vijnanasurishvaraji Maharaj and revered Acharya Shri Vijayakasturisurishvaraji Maharaj Saheb (Present Acharya). They gave their consent and opined that a complex not of 68 tirthas but of 108 tirthas should be created. Thus, a unique guidance was available from the great munis. Sheth Shri Dahyabhai Ratanchand Kinariwala started his work in no time. Extremely expressive images of two to three feet and captivating to the eyes were got prepared. On Sunday, the second day of the dark half of Kartika in V.S. 2024, the fourfold Sangha was present. Ceremonious opening took place at the sacred hands of most revered Acharayashri Vijayakasturasurishvaraji Maharaj and Upadhyaya Vijaychandrodayaganiji.
૫૪. શ્રી ૧૦૮ જૈનતીર્થદર્શનમંદિર સુરત (શ્રીસુવિધિનાથ ભગવાન) સુરતની દેસાઇ પોળમાં આવેલું શ્રી સુવિધિનાથ ભગવાનનું જિનાલય ભારતના સુપ્રસિદ્ધ ૧૦૮ જૈન તીર્થનું દર્શન પટની પાવન ભૂમિ છે. જે સમયે દેસાઇ પોળ જૈન પેઢીના મેનેજિંગ ટ્રસ્ટી શેઠ શ્રી ડાહ્યાભાઇ રતનચંદ કિનારીવાળા તેમ જ યથા નામ તથા ગુણ એવા મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. સા. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી રહ્યા હતા, ત્યારે એમના મનમાં એક પાવન વિચાર પ્રગટ્યો.એમને એવી ભાવના જાગી કે નમસ્કાર મંત્રના ૬૮ અક્ષર હોવાને લીધે ૬૮ તીર્થોના મૂળનાયકોની ભારતભરમાંથી પસંદગી કરીને એમની ચિત્રાવલી બનાવવામાં આવે તો ભકતોને ભવ્ય-પુનિત દર્શનનો મહાન લાભ પ્રાપ્ત થઇ શકે, તેઓશ્રીએ પોતાની આ ભાવના વિ. સં. ૨૦૨૧માં ખંભાતમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન સ્વ. ૫. પૂ. આ. શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. સા.ની સમક્ષ પ્રગટ કરી. સુરિવર્યોએ આ ભાવનાનું અનુમોદન કર્યું અને કહ્યું કે ૬૮ તીર્થ નહિ, બલ્ક ૧૦૮ તીર્થોનો પટ તૈયાર કરવો જોઇએ. આમ મુનિવરો પાસેથી ઉચિત માર્ગદર્શન મળ્યું અને શેઠ શ્રી ડાહ્યાભાઈ રતનચંદ કિનારીવાળાએ કાર્ય શરૂ કરી દીધું. બે-ત્રણ ફૂટની ભાવવાહી નયનરમ્ય પ્રતિકૃતિઓ તૈયાર થઇ ગઇ. વિ. સં. ૨૦૨૪ના કારતક વદ બીજ અને રવિવારના દિવસે ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી કાંતિલાલ છગનલાલ ચોકસીના નામાકરણની સાથે પ. પૂ. આ. શ્રી વિજયકસ્તૂર સૂરીશ્વરજી મ. તથા ઉપાધ્યાય શ્રીચંદ્રોદયવિજયજી ગણિજી (વર્તમાન આચાર્યશ્રી)ના સુહસ્તે એનું વિધિપૂર્વક ઉદઘાટન થયું હતું.
થી ૧૦૮ તીર્થ મંદિર.
Siાપક
તીર્થવંદના - ૫૪ (૧) હેતલભાઈ મહેન્દ્રભાઈ શાહ - વડોદરા (૨) જયેશાબહેન હેતલભાઈ શાહ - વડોદરા
(૩) પીનલભાઈ મહેન્દ્રભાઈ શાહ - વડોદરા (૪) આનલબહેન પીનલભાઈ શાહ - વડોદરા | (૫) દીપલ પીનલભાઈ શાહ - વડોદરા
121 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org