________________
55. SHRI DELVADA (ABU) TIRTHA (SHRI ADISHVARA BHAGAVAN)
At a height, some 1220 metres above mean sea level in the lap of Mount Abu is situated the Delvada Tirtha, which is famous as a tirtha of renown, not only in India but in the whole world. The art and architecture carved in the temple over here, enraptures and captivates equally the residents of India and abroad both. There is no temple in the whole of India which can be equal to the architectural beauty of Vimalavasahi. Three great Jainas are associated with the construction of these temples. They are Vimalashah, Vastupal and Tejapal. The Mantri of King Bhimadev of Gujarat, Shri Vimalashah got constructed these temples at a total cost of Rs. 18 crores and 53 lakhs. The temple, renowned as Vimalavashi in the whole world, continued also to be repaired and renovated. No words can possibly describe the delicacy, subtlety and nicety of the sculpture work of the ceilings of the temples, their domes, doors, pillars, arched gates, and walls; it captivates the eyes and heart and creates an experience of divinity in us. Just in front of this Vastupal-Tejpal got constructed, at an expense of thirteen crores and 55 lakh rupees, the temple complex known as Lavanyavasahi and got its ceremonious inauguration performed at the hands of Shri Vijayasenasurishvaraji. Both the brothers were heoric and liberal. Vastupal was a poet. Awe-inspiring indeed is the loveliness of the delicate engraving and architecture that oozes out. The life of Shri Krishna, dancing girls, groups of singing girls and the images in the porticos of Derani-Jethani are some peculiar traits over here. There are also Pitalhar, Shri Mahavir Bhagavan and Kharataravasahi temples. According to the Jaina scriptures, this is an old important tirtha.
૫૫. શ્રી દેલવાડા (આબુ) તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન). સમુદ્રની સપાટીથી આશરે ૧૨ ૨૦ મીટરની ઊંચે આબુ પર્વતની ગોદમાં આવેલું દેલવાડા તીર્થ માત્ર ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના મહાન અને દર્શનીય તીર્થોમાં સ્થાન ધરાવે છે. અહીંનાં મંદિરોમાં આલેખાયેલી શિલ્પકલા દેશ કે વિદેશના વાસીઓને એક સરખી મોહિત કરે છે. એમાંયે શિલ્પકલામાં વિમલવસહીની બરોબરી કરે તેવું કોઇ મંદિર સમગ્ર ભારતમાં નથી. આ મંદિરોના નિર્માણની સાથે ત્રણ પ્રતાપી જૈન જયોતિર્ધરો સંકળાયેલા છે અને તે વિમળશાહ, વસ્તુપાળ અને તેજપાળ. ગુજરાતના રાજા ભીમદેવના મંત્રીશ્રી વિમળશાહે વિ. સં. ૧૦૮૮માં ૧૮ કરોડ ૫૩ લાખ રૂપિયા ખર્ચીને મંદિરોનું નિર્માણ કરાવ્યું. વિમલવસહીને નામે જગવિખ્યાત આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ થતો રહ્યો. વિમલવસહી મંદિરની છતો, ગુંબજ, દરવાજાઓ, સ્તંભો, તોરણો અને દીવાલોના નેત્રદીપક અને ઐશ્વર્યયુક્ત નકશીકામની કોમળતા અને બારીકીનું વર્ણન શબ્દોથી કરી શકાય તેવું નથી.આની સામે જ વિ. સં. ૧૨૮૭ના ફાગણ વદ ત્રીજના દિવસે વસ્તુપાળ-તેજપાળે ૧૩ કરોડ ૫૫ લાખ રૂપિયા ખર્ચ કરી લાવણ્યવસહીને નામે ઓળખાતાં મંદિરોની શ્રી વિજયસેનસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. બંને ભાઇઓ વીર અને ઉદાર હતા. વસ્તુપાળ સ્વયં કવિ હતા. આ લાવણ્યવસહીની રચના, એની બારીક કોતરણી અને શિલ્પમાંથી નીતરતું લાવણ્ય અદભુત છે. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન, નર્તકીઓઅને ગાયિકાઓનો સમૂહ તથા દેરાણી જેઠાણીના ગોખલાની આકૃતિઓ અહીંની વિશેષતા છે. આ ઉપરાંત અહીં પિતલહર મંદિર, શ્રીમહાવીર ભગવાન મંદિર અને ખરતરવસહી મંદિર છે. જૈન શાસ્ત્ર અનુસાર આ એક પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ તીર્થ છે.
તીર્થનંદના - ૫૫ (૧) સ્વ. શાંતિલાલ મંગળદાસ શાહ - વડોદરા (૨) જયંતીલાલ મંગળદાસ શાહ - વડોદરા
(૩) જિતેન્દ્રભાઈ મંગળદાસ શાહ - વડોદરા (૪) વિદ્યાબહેન શાંતિલાલ શાહના ચાતુર્માસ નિમિત્તે - વડોદરા (૫) આનંદીબહેન જિતેન્દ્રભાઈ શાહ - વડોદરા
123 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org