________________
73. SHRI SACHORE TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN)
Bus facility is available from Jalore, Bhinnamal, Badmer, Jodhpur as also Sirohi for going to Shri Sachore (Satyapur) tirtha which is at a distance of 48 kms. from Ranivada Railway station in Rajasthan. In the heart of the town is installed in the temple an idol of MULANAYAKA Shri Mahavir Swami Bhagavan. It is white in complexion and is really miraculous. It is ancient and is therefore greater in importance, referred to as it is in the "Jagachintamani stotra" composed by Gautamaswami and belongs to the times of Shri Mahavira Swami. The idol of Mulanayaka Bhagavan Shri Mahavira Swami is extremely captivating and gets us lost in devotional feelings. It is renowned by the name of Jivantaswami. There was a time when the tirtha was gorgeous and rich and prosperous with as many as 130 Jina temples. With the passing of time to-day, there are just six Jina temples. The ancient name of the town was Satyapur or Satyapuri. This is again the birth-place of the great poet Upadhyaya Shri Samayasundara Maharaj. The "Vividha Tirtha Kalpa" written in the 14th century by revered Shri Jinaprabhasuri states that around V.S. 130, Shri Nahada Raja constructed a sky-scraping temple and got installed in it a gold-idol of Bhagavan Mahavir Swami. In the 13th century of the Vikrama era, a king of Kanoj is stated to have got constructed a wooden temple of Bhagavan Mahavir. In the present days, we find here a mosque which was a Jain temple in the old days. It is said that we come here across a stone which states that in the year V.S. 1322, on the 13th day of the dark half of Vaishakh, Bhandari Shri Chhada Sheth got the temple of Mahavir Bhagavan repaired and renovated. The gold-idol that Allauddin Khilji took to Delhi is not traceable. The last renovation of the temple took place in V.S. 1963.
૭૩. શ્રી સાચોર તીર્થ (શ્રીમહાવીર ભગવાન) રાજસ્થાનના રાણીવાડા રેલવે સ્ટેશનથી ૪૮ કિ.મી. દૂર આવેલા શ્રી સાચોર (સત્યપુર) તીર્થ જવા માટે જાલોર, ભિન્નમાલ, બાડમેર, જોધપુર તેમ જ શિરોહીથી બસની સગવડ છે. સાચોર ગામની મધ્યમાં મૂળનાયક શ્રીમહાવીર સ્વામી ભગવાનની શ્વેત વર્ણની ચમત્કારિક પ્રતિમા બિરાજમાન છે. ભગવાન શ્રીમહાવીર સ્વામીના સમયનું આ તીર્થ હોવાથી તેમ જ ગૌતમસ્વામીએ રચેલા જગચિંતામણિ સ્તોત્રમાં આ તીર્થનું વર્ણન હોવાથી એની પ્રાચીનતા અને એનો મહિમા વિશેષ છે. મૂળનાયક ભગવાન શ્રીમહાવીર સ્વામીની પ્રતિમા ખૂબ જ મનોહર અને ભાવવિભોર કરે તેવી છે. એ જીવંતસ્વામીના નામથી પણ પ્રસિદ્ધ છે. એક સમયે આ તીર્થ ભવ્ય જાહોજલાલી ધરાવતું હતું અને ૧૩૦ જેટલાં જિનાલયોથી સુશોભિત હતું. સમયના પરિવર્તનની સાથોસાથ આજે અહીં માત્ર છ જિનાલય મળે છે. આ નગરનું પ્રાચીન નામ સત્યપુર કે સત્યપુરી હતું. વળી આ નગર કવિવર્ય ઉપાધ્યાય શ્રી સમયસુંદર મ.ની જન્મભૂમિ પણ છે. ૧૪મી સદીમાં ૫, શ્રી જિનપ્રભસૂરિજીએ રચેલાં ‘વિવિધ તીર્થ કલ્પ’માં એવો ઉલ્લેખ છે કે પરાક્રમી શ્રી નાહડ રાજાએ વિ.સં. ૧૩૦ની આસપાસ ગગનચુંબી મંદિરનું નિર્માણ કરીને ભગવાન મહાવીર સ્વામીની સુવર્ણમયી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. વિક્રમની ૧૩મી સદીમાં કનોજના રાજા દ્વારા ભગવાન મહાવીરનું મંદિર કાષ્ઠનું બંધાવ્યાનો ઉલ્લેખ છે. અહીંયાં વર્તમાનમાં જે મસ્જિદ છે તે પ્રાચીનકાળમાં જૈન મંદિર હતું. એમ કહેવાય છે કે એના જૂના પથ્થર પરના શિલાલેખોમાં વિ.સં. ૧૩૨૨ વૈશાખ વદ ૧૩ના દિવસે ભંડારી શ્રી છાડા શેઠ દ્વારા મહાવીર ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો લેખ મળે છે. અલ્લાઉદીન ખિલજી જે સુવર્ણમયી પ્રતિમા દિલ્હી લઇ ગયો હતો તેની ભાળ મળતી નથી. આ મંદિર નો અંતિમ જીર્ણો દ્વાર વિ.સં. ૧૯૬૩માં થયો હતો.
તીર્થવંદના ૭૩
(૩) ચંદ્રાબહેન કિરીટભાઈ દેશી – અમદાવાદ (૧) સ્વ. કાંતાબહેન બાબુલાલ ચીમનલાલ દોશી પરિવાર - અમદાવાદ (૪) પૌત્ર ડૉ, સેફલ, કિરીટભાઈ દોશી (એમ.ડી.) - અમદાવાદ (૨) કિરીટભાઈ બાબુલાલ દોશી – અમદાવાદ
(૫) પૌત્રી સોના કિરીટભાઈ દોશી - અમદાવાદ
161
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org