Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 129
________________ 57. SHRI KUMBHARIAJI TIRTHA (SHRI NEMINATH BHAGAVAN) This tirtha is situated in a jungle with fine natural beauty all-around on the Danta Road at a distance of 24 kms. from Abu Road Railway Station and one km. from Ambaji. It is in the midst of mountains. Here we have an idol of MULANAYAKA Shri Neminatha Bhagavan; white in complexion, 2.13 metres in height and in Padmasana posture. From the stone Inscription it is learnt that right upto the 17th century of the Vikrama era, this village was famous as Arasana and there was also a time when this was a vast city having hundreds of Jina temples. To-day there are only five temples. Again no authentic information is available on how the ancient name of Arasana was converted to Kumbhariyaji. The sculptural art of this Jina temple is indeed of very high order and it immediately puts in our mind the temples at Delvada, Ranakpur and Jaisalmer. A uniquely varied art is visible in the temple of MULANAYAKA Shri Neminath Bhagavan. According to the Tapagaccha Pattavali, Shri Vadi Devasuriji had got the ceremonious installation of the idol of Shri Neminath Bhagavan done at Arasana between V.S. 1174 and 1226. There is a verse in the "Upadesha saptati" which states that Shri Pasila, the son of Goga Mantri constructed the temple of Shri Neminath Bhagavan and got the installation ceremony performed at the auspicious hands of Shri Vadi Devasuriji. In the waist bands, thrones and Shrines of other temples we get records of the periods between V.S. 1118 and 1138. The present temple is of the 12th century. Just adjoining this temple, there are four other vast and artistic Jina temples. In these the subtle sculptural art of the ceiling of the temple of Shri Mahavira Bhagavan is really pleasnt to view. In this, so many events such as the fourteen dreams of Trishalamata, Shri Parshvanath explaining the doctrine of non-violence to Kamatha Yogi, the five Kalyanakas of Shri Neminath, the SAMAVASARANA of Shri Shantinath Bhagavan etc. are very effectively carved and drawn. Ancient art of the temples of Shri Shantinath Bhagavan and Shri Sambhavanath Bhagavan is also exquisite. ૫૭. શ્રી કુંભારિયાજી તીર્થ (શ્રી નેમિનાથ ભગવાન) આબુ રોડ રેલવે સ્ટેશનથી ૨૪ કિ.મી. દૂર અને અંબાજી ગામથી ૧ કિ.મી. દૂર દાંતા માર્ગ પર પહાડો વચ્ચે અદભુત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા જંગલમાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની શ્વેત વર્ણની ૨.૧૩ મીટર ઊંચાઇની પદમાસની પ્રતિમા છે. શિલાલેખો પરથી એમ જાણવા મળે છે કે વિક્રમની ૧૭મી સદી સુધી આ ગામ આરાસણા ગામ તરીકે પ્રસિદ્ધ હતું અને કોઇક સમયે અહીં સેંકડો જિનમંદિર ધરાવતી વિરાટ નગરી હતી. આજે તો માત્ર પાંચ જ જિનમંદિરો મળે છે. વળી પ્રાચીન નામ આરાસણાનું કઇ રીતે કુંભારિયાજી થયું તેની કોઇ શ્રદ્ધેય માહિતી મળતી. નથી. આ જિનમંદિરની શિલ્પકલા અત્યંત ઉચ્ચ કક્ષાની છે અને એ જોતાં જ આબુ, દેલવાડા, રાણકપુર અને જેસલમેરનાં જિનમંદિરોનું સ્મરણ જાગે છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનના મંદિરમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રાચીન કલા જોવા મળે છે. તપાગચ્છ પટ્ટાવલિ પ્રમાણે શ્રી વાદી દેવસૂરિજીએ વિ. સં. ૧૧૭૪ થી ૧૨૨૬ દરમિયાન આરાસણામાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી હતી. ‘ઉપદેશ સપ્તતિ માં પણ ઉલ્લેખ મળે છે કે ગોગા મંત્રીના પુત્ર શ્રી પાસિલે શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર બનાવીને શ્રી વાદી દેવસૂરિજીને સુહસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. બીજાં મંદિરનાં પરિકરો, ગાદીઓ અને દેરીઓમાં વિ.સં. ૧૧૧૮ થી ૧૧૩૮ સુધીના લેખો મળે છે, વર્તમાન મંદિર વિક્રમની બારમી સદીનું છે. આ મંદિરની પાસે જ બીજાં ચાર વિશાળ અને કલાત્મક જિનમંદિરો છે, જેમાં શ્રીમહાવીર ભગવાનના મંદિરની છત પરની સૂક્ષ્મ શિલ્પકલા જોવાલાયક છે. આમાં ત્રિશલા માતાનાં ૧૪ સ્વપ્ન, કમઠ યોગીને અહિંસાની વાત સમજાવતા શ્રી પાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ ભગવાનનું સમવસરણ શ્રીનેમિનાથ ભગવાનના પાંચ કલ્યાણ ક આદિ અનેક ભાવપુર્ણ પ્રસંગો આલેખેલા છે. શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રીસંભવનાથ ભગવાનનાં મંદિરોની પ્રાચીન શિલ્પકલા દર્શનીય છે. તીર્થવંદના - ૫૭ (૩) અ.સૌ. સુધા નિતીન પરીખ મૌનીલ,વિરાજ લીંબડી - અંધેરી (૧) વિમળાબહેન રમણીકલાલ, પુંજાભાઈ પરીખ લીંબડી - અંધેરી (૪) અ.સૌ. કલ્પના પ્રફુલચંદ્ર સલોત લીંબડી - અંધેરી - મુંબઈ (૨) અંજના, અતુલ પરીખ,મૌલિક,જીજ્ઞા, વૈશાલી લીંબડી - અંધેરી (૫) અ.સૌ. વર્ષા શૈલેષકુમાર શાહ લીંબડી - અંધેરી - મુંબઈ 127 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252