________________
56. SHRI ACHALGADH TIRTHA (SHRI ADISHVAR BHAGAVAN)
This tirtha is situated in the castle got constructed by Rana Kumbha on the highest peak of Mount Abu. It gives a unique type of experience of spiritualism to pilgrims because of the charming nature allaround and complete peace. In the tirtha we have an idol of MULANAYAKA Shri Adishvar Bhagavan; of golden colour, about 1.5 metre in height, of metal and in Padmasana posture. This castle was constructed by Rana Kumbha in V.S. 1509. The temple of Chaumukhiji was constructed by Sahasa, the son of Sanghavi Saliga, ar inhabitant of Achalgadh. He also got carved a metal idol of Rishabhdeva Bhagavan and got it ceremoniously inaugurated on the foruth day of the dark half of Vaishakh in V.S. 1518, as one record tells us. The idol at the entrance in the eastern direction was constructed by the Sangha of the village. The idol of MULANAYAKA Shri Adishvar Bhagavan was constructed by Karmade and was ceremoniously installed in V.S. 1518. The extremely lovely idol of MULANAYAKA Shri Adishvar Bhagavan was ceremoniously installed in V.S. 1529, at the auspicious hands of Shri Lakshmisagarasuriji. All these idols equal in shape and size, are simply majestic and attractive. We also find an idol of Pundarikaswami. There are three other temples also.
૫૬. શ્રી અચલગઢ તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન) રમણીયઆબુ પર્વતના ઊંચામાં ઊંચા શિખર પર રાણા કુંભાએ બંધાવેલા કિલ્લામાં શ્રી અચલગઢ તીર્થ આવેલું છે. ચોપાસની રમણીય પ્રકૃતિ અને નીરવ શાંતિને કારણે યાત્રાળુઓને અહીં એક જુદો જ આધ્યાત્મિક અનુભવ થાય છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની સુવર્ણ વર્ણની લગભગ ૧.૫ મીટર ઊંચી એવી પદમાસનસ્થ ધાતુ-પ્રતિમા બિરાજમાન છે. વિ. સં. ૧૫૦૯માં રાણા કુંભાએ આ કિલ્લો બનાવ્યો. ચૌમુખજીનું મંદિર અચલગઢ નિવાસી સંઘવી સાલિગના પુત્ર સહસાએ બનાવ્યું અને ત્રષભદેવ ભગવાનની ધાતુની ભવ્ય મૂર્તિ બનાવીને વિ. સં. ૧૫૬૬ના ફાગણ સુદ ૧૦ના દિવસે આ. શ્રી જનકલ્યાણસૂરિજીના સુહસ્તે મંદિરમાં બિરાજમાન કરી. પૂર્વ દિશામાં બિરાજેલી શ્રી આદીશ્વર ભગવાન અને દક્ષિણ દિશામાં બિરાજેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓની વિ. સં. ૧૫૧૮ના વૈશાખ વદ ચોથના દિવસે શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના સુહસ્તે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે. પૂર્વ દિશામાં બિરાજીત પ્રતિમા અલૌકિક મુદ્રામાં અત્યંત સુંદર અને પ્રભાવશાળી લાગે છે. પૂર્વ દિશાના દ્વારની મૂર્તિ કુંભલમેરુ ગામના સંઘે બનાવી, જયારે દક્ષિણ દ્વારના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ કર્માદેએ નિર્માણ કરી અને વિ. સં. ૧૫૧૮માં એની પ્રતિષ્ઠા થઇ. પશ્ચિમ દ્વારના મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની અતિ રમણીય મૂર્તિ વિ. સં. ૧૫૨૯માં શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના સુહસ્તે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. સમાન આકૃતિ ધરાવતી આ પ્રતિમાઓ અત્યંત ભવ્ય અને આકર્ષક લાગે છે. વળી અહીં પુંડરિક સ્વામીની મૂર્તિ પણ મળે છે. આ સિવાય હાલ બીજાં ત્રણ મંદિરો અહીં જોવા મળે છે.
તીર્થવંદના - પ દિલીપભાઇ રસિકલાલ પરિવાર - મુંબઈ (૧) કમળાબહેન દીપચંદ શાહ લીંબડી - સાયન (૨) પ્રવીણભાઈ દીપચંદ શાહ લીંબડી - સાયન
(૩) અ.સૌ. ઇલા પ્રવીણભાઈ શાહ લીંબડી – સાયન - મુંબઈ (૪) ગૌતમ પ્રવીણભાઈ શાહ લબી - સાયન - મુંબઈ (૫) બીજલ પ્રવીણભાઈ શાહ લીંબડી - સાયન - મુંબઈ
125 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org