________________
65. SHRI VARKANA TIRTHA (SHRI PARSHVANATH BHAGAVAN)
The Varkana town is situated at a distance of 20 kms. from Falna station and 3 kms. from Rani station. The tirtha is in the heart of the town. This is considered to be one of the Tirthas in the Godavala Panchatirthas. The sculptural beauty of its peak is unrivalled. The temple over here has an idol of MULANAYAKA Shri Parshvanatha Bhagavan; white in complexion, some 30 cms. in height and in Padmasana posture. The town was very much prosperous in the ancient days and was known as Varakanakapur or Varakanakanagar. There were so many Jain temples over here. The tirtha was renovated, in the times of Maharana Kumbha, by the Shreshthis of Shrimalapur. It is believed that the idol of MULANAYAKA Shri Parshvanatha Bhagavan was installed here around V.S. 515. The idol is very attractive and conduces to the annihilation of sins. On one of the pillars of the nine Chokis over here we have a carved writing of V.S. 1211. A stone Inscription of V.S. 1686 is found outside the gate. It refers to the abolition of pilgrim tax by Rana Shri Jagatsinh of Mewad through the good offices of revered Acharya Shri Vijayadevasuri Maharaj. The tirtha is also referred to in the "Sakalatirtha-Stotra". Every year a fair is held here on the tenth day of the dark half of Magashirsha. No other Jaina temple is found in the town.
૬૫. શ્રી વરકાણા તીર્થ (શ્રીપાર્શ્વનાથ ભગવાન) ફાલના સ્ટેશનથી ૨૦કિ.મી.અને રાની સ્ટેશનથી ત્રણ કિ.મી. દૂર આવેલા વાકાણા ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. આ તીર્થ ગોડવાલ પંચતીર્થોમાંનું એક તીર્થ ગણાય છે. એનાં શિખરો પરની કમનીય શિલ્પકલા અનુપમ સૌંદર્ય ધારણ કરે છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્વેત વર્ણની લગભગ ૩૦ સે.મી.ની ઊંચાઇ ધરાવતી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. પ્રાચીન કાળમાં અત્યંત સમૃદ્ધ એવું આ નગર વરકનકપુર કે વરકનકનગર તરીકે ઓળખાતું હતું. અહીં અનેક જિનમંદિરો હતાં. મહારાણા કુંભાના સમયમાં શ્રીમાલપુરના શ્રેષ્ઠીઓએ આનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વિ.સં. ૫૧૫ આસપાસ પ્રતિષ્ઠિત થયેલી માનવામાં આવે છે. આ પ્રતિમા અત્યંત મનોહર અને પાપશામક છે. અહીંની નવચોકીના એક સ્તંભ ઉપર વિ.સં. ૧૨૧૧નો લેખ ઉત્કીર્ણ છે. વિ.સં. ૧૬૮૬નોએક શિલાલેખ દરવાજાની બહાર મળે છે, જેમાં પૂ.આ. શ્રી વિજયદેવસૂરિ મ. એ મેવાડના રાણા શ્રી જગતસિંહ પાસેથી યાત્રાકર માફ કરાવ્યાનો ઉલ્લેખ છે. ‘સકલ તીર્થ સ્તોત્ર'માં પણ આ તીર્થનો ઉલ્લેખ મળે છે. વળી અહીં પ્રતિવર્ષ માગશર વદ ૧૦ના દિવસે મેળો ભરાય છે. અત્યારે આ ગામમાં અન્ય બીજું કોઇ જિનમંદિર જોવા મળતું નથી.
છે.
ની
તીર્થવંદના- ૬૫
(૩) યશવંત એસ., ઇલાબેન,રાજન,સિદ્ધાર્થ હ: નરેન્દ્ર,વર્ષા, ગૌરવ (૧) શાંતિલાલ ગિરધરલાલ રવાસા, વિમળાબહેનના ચાતુર્માસ નિમિત્તે (૪) પ્રવીણ એસ. મીરાબહેન – બીજલ - મલય -મહુવા (૨) રમેશચંદ્ર શાંતિલાલ હ. કૈલાસ, અભય, હિરલ, અંકિત-મહુવા (૫) જીતેન્દ્ર એસ. પ્રવિણા, રાજુ, નિમેશ, કેજલ-મહુવા
143 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org