Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 115
________________ 50. SHRI BHARUCH TIRTHA (SHRI MUNISUVRATASWAMI BHAGAVAN) This tirtha is situated in the Bharuch city on the rail and road path, in the Shrimali Pole. Here we see the idol of Muni Suvrata Swami; black in complexion and in Padmasana posture. In the history of the Jainas, this ancient city is important from many points of view. Guru Gautama Swami has eulogized Muni Suvrata Swami, who is installed in Bharuch, in his "Jagachintamani Stotra" composed on the eight tirthas, Bhagavan Muni Suvrata Swami gave sermons to a horse here itself. Further, many prominent Acharyas have raised temples in this tirtha and have composed works also. At so many places do we come across ancient pieces of art because this is an ancient town. in Bharuch we are shown the Ashvavabodha tirtha of the times of Muni Suvrata Swami, Shakunika Vihara of princess Sudarshana of Simhaladvipa and also the Vihara which was ceremoniously raised by Acharya Hemchandra in which Kumarapala has waved ARATI; is now coverted into a mosque. In the opinion of the archaeologists, the Jamamasjid of present Bharuch is probably this ancient temple. It is believed that in times of such invasions the idol of Shri Prabhu was kept at a safe spot, and, as time passed, new temples were constructed and the old idols were installed. To-day the idol is found in the new temple. There are here eleven other temples besides this. ૫૦. શ્રી ભરૂચ તીર્થ (શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાન) અમદાવાદ - મુંબઈ રેલવે તેમ જ સડક માર્ગ પર આવતા ભરૂચ ગામની શ્રીમાળી પોળમાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળ નાયક શ્રીમુનિસુવ્રતસ્વામીની શ્યામ વર્ણની પદમાસનસ્થ પ્રતિમા મળે છે. આ પ્રાચીન નગર અનેક રીતે જૈન ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુરુ ગૌતમસ્વામીએ અષ્ટાપદ તીર્થ પર રચેલા જગચિંતામણિ સ્તોત્રમાં ભરૂચમાં બિરાજેલા ભગવાન મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ કરી છે, તો ભગવાન મુનિસુવ્રતસ્વામીએ ઘોડાને અહીંયા જ પ્રતિબોધ કર્યો હતો. વળી આ તીર્થમાં અનેક સમર્થ આચાર્યોએ મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે તથા ગ્રંથોની રચના કરી છે. આ પ્રાચીન નગર હોવાને કારણે અહીંયાં ઠેર ઠેર પ્રાચીન કલાકૃતિઓનાં દર્શન થાય છે. આ ભરૂચમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીના સમયનું અશ્વાવબોધ તીર્થ, સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાનો શકુનિકાવિહાર તથા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે જેની પ્રતિષ્ઠા કરી હતી અને કુમારપાળે જેની આરતી ઉતારી હતી તે વિહાર આજે મસ્જિદના રૂપમાં પરિવર્તન પામ્યો છે. પુરાતત્વવેત્તાઓના મત મુજબ ભરૂચની અત્યારની જુમ્મા મસ્જિદ જ આ પ્રાચીન મંદિર હશે. એમ માનવામાં આવે છે કે આવા આક્રમણકાળે પ્રભુ પ્રતિમાને કયાંક સુરક્ષિત રાખવામાં આવી હશે અને સમય જતાં નવું મંદિર બંધાવીએ પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હશે, જે આજે મંદિરમાં : બિરાજી રહી છે. આ મંદિર સિવાય બીજાં અગિયાર મંદિરો અહીં આવેલાં છે. તીર્થવંદના - ૫૦ (૩) બાલુબહેન ખુશાલદાસ શાહ હ.સુરેશભાઈ – વડોદરા (૧) બાલુબહેન ખુશાલદાસ શાહ હ.સુરેશભાઈ – વડોદરા (૪) બાલુબહેન ખુશાલદાસ શાહ હ, સુરેશભાઈ – વડોદરા (૨) બાલુબહેન ખુશાલદાસ શાહ હ સુરેશભાઈ – વડોદરા (૫) બાલુબહેન ખુશાલદાસ શાહ હ, સુરેશભાઈ – વડોદરા 113 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252