Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
દ્વિતીય સf. /
३३ ની) આંખો વડે (માણસોની) આંખોને આનંદ આપનારા તથા મુગ્ધ અને ઉદ્વેગ વિનાના તથા તે ઝંકારવો સાંભળવામાં તલ્લીન ચિત્તવાલા થવાથી પાણી પીવાને પણ અસમર્થ, એવાં હરણનાં બચ્ચાંઓ, જાણે ચિત્રમાં ચિત્રેલાં હોય નહીં જેમ, તેમ ઘણા પ્રકારના હથિયારોને ધારણ કરનારા, નજદીક આવેલા શિકારીને પણ તે બિચારાઓ અહીંની પૃથ્વીમાં જાણી શકતા નથી. नीरजा रवितेजोभ्य, स्तेजोमंतोऽक्षतश्रियः । लभंतेऽलभ्यमुक्तिमां, शालिनः शालिनिष्कुटाः ।।१४ ॥
તે દેશમાં મનોહર ડાંગરનાં ખેતરો, ન મળી શકે એવી મોક્ષની શોભાને ધારણ કરે છે; (કારણ કે તે ખેતરો) પાણીથી ઉત્પન્ન થએલાં (તથા પક્ષે–મોક્ષ, કર્મરૂપી રજ રહિત છે) તથા વળી ખેતરો સૂર્યના તેજોથી તેજવાળાં છે (અને પક્ષે–મોક્ષ સૂર્યના તેજોથી પણ વધારે તેજવાળું છે) તથા તે ખેતરો ચોખાની શોભાવાળાં છે (તથા પક્ષે મોક્ષ અક્ષય શોભાવાળું છે.) तत्र सांद्रतरुच्छन्ने, काननेऽतिमनोरमे । करांश्चिक्षेप नो सूर्यो, द्रुप्रोतत्वभयादिव ॥१५ ।।
તે દેશમાં ઘાટાં વૃક્ષોથી છવાએલાં અતિ મનોહર વનમાં, વૃક્ષોમાં અટવાઈ જવાની બીકથી જ જાણે હોય નહીં જેમ, તેમ સૂર્ય પોતાનાં કિરણો ફેંકતો નહોતો. धरांतरात्ततापौघ, विषण्णा: पन्नगास्त्विह ।। નિતા રૂવ હૈ: નાતું, સર:સરોéછતાત્ ૨૬ છે.
અહીં પૃથ્વીની અંદર લાગેલા તપના સમૂહથી ખેદ પામેલા નાગો જ જાણે તળાવમાં રહેલાં કમલોનાં મિશથી પાણીથી સ્નાન કરવાને નીકળ્યા હોય નહીં જેમ, તેમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org