Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ક્રાતિશી: સf. /
२८३ પૃથ્વીમાં જે મતો ઈશ્વરને સૃષ્ટિકર્તા માને છે, તે મતોને ઉત્તમ વિચક્ષણ માણસોએ હમેશાં મિથ્યાત્વી મતો જાણવા. यदीश्वरं हि कर्तारं, भुवि मन्यामहे वयम् । तदा भवेत्त्वहोऽस्माकं, स्वयं कूपनिपातनम् ॥२१।।
જયારે આપણે પૃથ્વીમાં ઈશ્વરને કર્તા માનીએ, તો તો અહો! આપણનું પોતાની જ મેળે કૂવામાં પડવાપણું થાય. इमे परे तु मन्यते, कर्तारं सर्ववस्तुनः । ईश्वरं तत्कथं च स्या, दुपादानंविना ध्रुवम् ॥ २२ ।।
આ અન્યદર્શનીઓ ઈશ્વરને સર્વ વસ્તુના કર્તા માને છે, તે ખરેખર ઉપાદાન વિના શી રીતે થઈ શકે? उपादानमृते न स्या, त्कार्यं किमपि जातुचित् । शशकानां हि श्रृंगाणि, को विदग्धो वदेदिह ॥२३॥
ઉપાદાન વિના કંઈ પણ કાર્ય કોઈ પણ સમયે થઈ શકતું નથી, કેમકે અહીં કયો ચતુર માણસ સસલાઓને શિંગડાં કહે? जगत्तेहि विजानंति, सर्वमीशमयं सदा । तत्तद्वाक्यं तु तेषां हि, सदा बाधाप्रदायकम् ॥ २४॥
તે (અન્યદર્શનીઓ) હમેશાં ખરેખર સર્વ જગતને “ઈશ્વરમય” માને છે, તેઓનું તે વાક્ય તેઓને જ હમેશાં બાધા આપનારું છે. यतो लोके हि दृश्येते, धर्माधर्मी सुखापदौ । पुण्यपापे तथा स्वर्ग-नरको रंकभूमिपौ ॥ २५॥
કેમકે જગતમાં ખરેખર ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, સ્વર્ગ અને નરક, રંક અને રાજા દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org