Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચતુર્દશમ સ્પર્ધા: ધ
शत्रोरधावदथ संगररंगलीनो ।
रोषारुणो भृकुटिभंगकरालभालः ।। ३७ ।।
હવે વિસ્તાર પામેલા ખેદને પ્રાપ્ત થએલો તથા ગએલી છે આશા જેની એવો, લડાઇના રંગમાં લીન થએલો, ક્રોધથી લાલ થએલો, અને ભ્રૂકુટિના ભંગથી વિકરાળ લલાટવાળો થએલો લોભ નામનો સુભટ, પોતે ખરેખર હાથમાં વિસ્તૃત ભાલું લેઇને (પોતાના) શત્રુને મારવા માટે દોડયો.
वेगेन निर्मममहासुभटेन सोऽथ ।
खड्गेन तत्र सहसा विहतो हताशः ॥
कल्पांतकालमिलितोग्रमहानिलेन ।
वृक्षो यथात्र निजवेगभरेण मह्याम् ।। ३८ ॥
હવે કલ્પાંત કાળમાં એકઠો થએલો ભયંકર પવન આ પૃથ્વીમાં પોતાના વેગના સમૂહથી જેમ વૃક્ષને, તેમ નિર્મમતા નામના સુભટે વેગથી, હણાએલ છે આશા જેની એવા તે લોભ નામના સુભટને ત્યાં તલવારોથી માર્યો.
तूर्णं स्वकीयहयतोऽथ पपात सोऽपि । साकं मनोरथभरैरिह संगराग्रे ॥
३२९
लोभो भटः प्रवरमोहमहानृपस्य ।
तत्राशयाच मुमुचेऽसुभिरेष साकम् ।। ३९ ॥
હવે તે લોભ સુભટ પણ અહીં તુરત પોતાના ઘોડા પરથી રણાંગણના અગ્રભાગમાં મનોરથના સમૂહોની સાથે પડયો; અને મહા બળવાન એવા મોહ નામના મહાન રાજાની આશાની સાથે ત્યાં પ્રાણોથી પણ રહિત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org