Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ષોડશ: સર્વ:
३५९
પછી આ સૂરીશ્વરના ઉત્તમ બુદ્ધિવાળા તથા વાદિઓરૂપી હાથીને જીતવામાં સિંહસમાન શ્રી કુશલવિજયજી નામે શિષ્ય થયા. ततो बभूव शिष्योऽस्य, न्यायशास्त्रविशारदः । भव्यानां प्रमुदां दाता, प्रमोदविजयाह्वयः ।। ११ ॥
તેવાર પછી આ સૂરિરાજના ન્યાયશાસ્ત્રોમાં પારંગામી તથા ભવ્યોને હર્ષ આપનારા શ્રી પ્રમોદવિજયજી નામના શિષ્ય થયા.
मुनेरभूत्ततः शिष्य, उद्योतविजयाभिधः । परो भानुरिवज्ञाना, ज्जगदुद्योतकारकः ॥ १२ ॥
પછી તે મુનિરાજના જ્ઞાનથી જગતને ઉદ્યોત કરનારા બીજા સૂર્ય સરખા શ્રી ઉદ્યોતવિજયજી નામે શિષ્ય થયા.
વમૂવાસ્ય મુનીદ્રસ્ય, તત: શિષ્ય: જલાનિધિઃ । વૈરાયપ્રોક્ષજ્યેતા:, મુમતિવિનયામિધ: ।। રૂ।।
૧. શ્રી કુશલવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા સુજાનપુર ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ કનૈયાલાલજી હતું તથા સંવત ૧૯૩૧માં તેમણે પણ મહારાજશ્રી પાસે અમદાવાદમાં દીક્ષા લીધી હતી.
૨. શ્રી પ્રમોદવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે અગ્રવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા સુનામ નામે ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ તુલસીરામજી હતું તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં મહારાજશ્રી પાસે અમદાવાદમાં દીક્ષા લીધી હતી.
૩. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજનું યતિધર્મમાં ઉત્તમર્ષિ નામ હતું તથા અંબાલાના રહેવાસી હતા. તેમણે મહારાજશ્રી પાસે સંવત ૧૯૩૫માં લુધિયાનામાં દીક્ષા લીધી હતી. વળી તેઓ અત્યંત શાંત સ્વભાવી, પરોપકારમાં તત્પર તથા અસરકારક બોધ આપનારા છે તેમની જ્ઞાનગંભીર તથા અમૃતસરખી વાણી ખરેખર સજલમેઘના ગર્જા૨વને પણ દૂર કરે તેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org