Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 385
________________ ३७४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् । कमलविजयस्यापि, शिष्यस्त्वेको बभूव च । चत्वारश्चाभवञ् शिष्याः, श्रीहंसविजयस्य च ।। ५२ ।। વળી શ્રી કમલવિજયજી મહારાજના એક શિષ્ય થયા; તથા દીક્ષા લીધી હતી. તેમનું જ્ઞાન ઘણું જ સારું છે; તથા મહારાજના પરિવારમાં વિદ્વાન મુનિરાજોમાના તે એક છે; સંસ્કૃત ભાષાની આલંકારિક કવિતાના તેઓ પરીક્ષક છે; તેથી તેવા કવિની પિછાન કરનારા છે. તેમનો સ્વભાવ શાંત અને વૈરાગ્યવાન છે. વળી તેઓ પરોપકારમાં હમેશાં તત્પર તથા વિદ્યાને ચાહનારા છે. વળી તેમણે ડભોઇમાં શ્રી આત્મારામજી મહારાજના નામથી પાઠશાળા તથા લાયબ્રેરી અપાવી છે. તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી પ્રેમવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા નારોવાલ નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ પ્રભુદયાળ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજીની પાસે સંવત ૧૯૩૯માં પંજાબમાં આવેલા જીરા નામે ગામમાં દીક્ષા લીધી હતી. તેમના ચોથા શિષ્યનું નામ શ્રી વલ્લભવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે વિસા શ્રીમાળી વાણીઆ તથા વડોદરાના રહેવાસી હતા; વળી તેમનું નામ છગનલાલ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી હતી. તેઓ મહારાજશ્રીના પરિવારમાં વિદ્વાન મુનિઓમાંના એક છે; તેમણે પંજાબદેશસ્તવનાવલી તથા ગપ્પદીપિકાસિમીર નામનાં પુસ્તકો રચ્યાં છે. તેમના પાંચમા શિષ્યનું નામ શ્રી શુભવિજયજી છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાળી વાણીઆ તથા ગુજરાતમાં આવેલા દસાડા નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ વર્ધમાન હતું. તેમણે સંવત ૧૯૪પમાં મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે પાલણપુરમાં દીક્ષા લીધી હતી. તેમના છઠ્ઠા શિષ્યનું નામ શ્રી મોતીવિજયજી મહારાજ છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે વિસા શ્રીમાળી વાણીઆ તથા કાઠીઆવાડમાં આવેલા ઘોઘાબંદરના રહેવાસી હતા; વળી તેમનું નામ મગનલાલ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૪પમાં પાલનપુરમાં દીક્ષા લીધી હતી. ૧. શ્રી કમલવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી યશોવિજયજી છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400