Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३७२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
श्री कांतिविजयस्याथ, शिष्याः खलु त्रयोऽभवन् । अमर विजयस्यापि, शिष्यस्त्वेकोऽभवत्तथा ॥ ५० ॥
હવે શ્રી કાંતિવિજયજી મહારાજના ત્રણ શિષ્યો થયા; તથા
હતું તેમણે સંવત ૧૯૪૯માં હુશીયારપુરમાં મહારાજ શ્રી ઉદ્યોતવિજયજી પાસેથી દીક્ષા લીધી હતી.
૩. શ્રી વીરવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી દાનવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ઝીંઝુવાડાના રહેવાસી હતા; વળી તેમનું નામ દીપચંદ હતું. તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૪૬માં ઘોઘામાં દીક્ષા લીધી હતી.
તેમના બીજા શિષ્યનું નામ શ્રી નવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ભાવસાર તથા ભાવનગરના રહેવાસી હતા; વળી તેમનું નામ નથુભાઈ હતું તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૫૦માં પંજાબમાં આવેલા જીરા નામે ગામમાં દીક્ષા લીધી હતી.
તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી મુક્તિવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ભાવનગરના રહેવાસી હતા; વળી તેમનું નામ મોહનલાલ હતું. તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૫૨માં હુશીયારપુરમાં દીક્ષા લીધી હતી.
૧. શ્રી કાંતિવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી ચતુરવિજયજી મહારાજ છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે પોરવાડ વાણીઆ તથા ગુજરાતમાં વડોદરા પાસે આવેલા છાણી નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ ચુનિલાલ હતુ; તેમણે સંવત ૧૯૪૬માં જેઠ સુદી ૧૦ ગુરુવારે મહારાજ શ્રી કાંતિવિજયજી પાસે ડભોઈમાં દીક્ષા લીધી હતી; તેમની વય નાની છતાં તેમનું જૈનશાસ્ત્રોનું જ્ઞાન ઘણું જ વખાણવા લાયક છે. સંસ્કૃત ભાષાની સારી કવિત્વશક્તિ ધરાવે છે; તથા પરમ વૈરાગ્યવાન અને ગુરુભક્તિમાં તત્પર છે. વળી તેમનો સ્વભાવ ઘણો જ શાંત અને ગંભીર છે. મહારાજશ્રીના પરિવારમાંના વિદ્વાન મુનિરાજોમાંના તેઓ પણ એક છે.
તેમના બીજા શિષ્યનું નામ શ્રી લાભવિજયજી છે; તે સંસારીપણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org