SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। श्री कांतिविजयस्याथ, शिष्याः खलु त्रयोऽभवन् । अमर विजयस्यापि, शिष्यस्त्वेकोऽभवत्तथा ॥ ५० ॥ હવે શ્રી કાંતિવિજયજી મહારાજના ત્રણ શિષ્યો થયા; તથા હતું તેમણે સંવત ૧૯૪૯માં હુશીયારપુરમાં મહારાજ શ્રી ઉદ્યોતવિજયજી પાસેથી દીક્ષા લીધી હતી. ૩. શ્રી વીરવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી દાનવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ઝીંઝુવાડાના રહેવાસી હતા; વળી તેમનું નામ દીપચંદ હતું. તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૪૬માં ઘોઘામાં દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી નવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ભાવસાર તથા ભાવનગરના રહેવાસી હતા; વળી તેમનું નામ નથુભાઈ હતું તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૫૦માં પંજાબમાં આવેલા જીરા નામે ગામમાં દીક્ષા લીધી હતી. તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી મુક્તિવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ભાવનગરના રહેવાસી હતા; વળી તેમનું નામ મોહનલાલ હતું. તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૫૨માં હુશીયારપુરમાં દીક્ષા લીધી હતી. ૧. શ્રી કાંતિવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી ચતુરવિજયજી મહારાજ છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે પોરવાડ વાણીઆ તથા ગુજરાતમાં વડોદરા પાસે આવેલા છાણી નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ ચુનિલાલ હતુ; તેમણે સંવત ૧૯૪૬માં જેઠ સુદી ૧૦ ગુરુવારે મહારાજ શ્રી કાંતિવિજયજી પાસે ડભોઈમાં દીક્ષા લીધી હતી; તેમની વય નાની છતાં તેમનું જૈનશાસ્ત્રોનું જ્ઞાન ઘણું જ વખાણવા લાયક છે. સંસ્કૃત ભાષાની સારી કવિત્વશક્તિ ધરાવે છે; તથા પરમ વૈરાગ્યવાન અને ગુરુભક્તિમાં તત્પર છે. વળી તેમનો સ્વભાવ ઘણો જ શાંત અને ગંભીર છે. મહારાજશ્રીના પરિવારમાંના વિદ્વાન મુનિરાજોમાંના તેઓ પણ એક છે. તેમના બીજા શિષ્યનું નામ શ્રી લાભવિજયજી છે; તે સંસારીપણામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy