Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३८४
दृष्ट्वा तस्य च चातुर्यं, भूमिपालोऽर्पयद्धराम् । वर्षे सततं लक्ष- मुद्रिकादायिनीं तदा ।। ७ ॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
વળી તે વલમજી શાહની ચતુરાઇ જોઇને કચ્છના રાજાએ તે સમયે હમેશાં દર વર્ષે લાખ કોરીની ઉપજવાળી જમીન આપી હતી.
श्रेष्टिनोऽभूत्सुतस्तस्य तुल्यस्तेन कलान्वितः । चारुस्तु लालचंद्राख्यो, राज्यमानेन शोभितः ॥ ८॥
તે વલમજી શાહ શેઠના તેના સરખા, કળાવાન, તથા રાજ્યમાનથી શોભિતા એવા લાલચંદ શાહ નામે પુત્ર થયા.
धनराजश्च तत्पुत्र, स्तस्य पुत्रस्तु शोभितः । श्रेष्टी ज्येष्ठाह्वयश्चासीत्, परिवारैः समन्वितः ॥ ९॥
તે લાલચંદ શાહના ધનરાજ શાહ નામે પુત્ર થયા, અને તેમના શોભિતા તથા પરિવારથી યુક્ત એવા જેઠાશા શેઠ નામે પુત્ર થયા.
सत्यं श्राद्धवृतं तेन, द्वितीयं परिपालितम् । यावज्जीवं तथा त्यक्तं, श्रेयसे रात्रिभोजनम् ॥ १० ॥
તે જેઠા શાહે જાવોજીવ સત્ય નામનું બીજું શ્રાવક વૃત્ત પાળ્યું હતું; તથા (પોતાના) કલ્યાણ માટે તેમણે રાત્રિભોજન તજ્યું હતું. तस्य सूनुवरसामजिदाह्वो ।
राजमान्य इव वारिधिदेशः ॥
रत्नमौक्तिकमणिप्रकराढ्योऽ । त्राभवत्सुकमलापरिवृत्तः ॥। ११ ॥
તે જેઠા શાહના સમુદ્રના પ્રદેશની પેઠે રાજાથી માનનીક (પક્ષે—ચંદ્રથી માનનીક) રત્ન, મોતી અને મણિઓના સમૂહવાળા, તથા ઉત્તમ લક્ષ્મીથી યુક્ત થએલા એવા સામજી શાહ નામે ઉત્તમ પુત્ર અહીં થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400