Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ષોકા: સń:/
શ્રી અમરવિજયજી મહારાજના એક શિષ્ય થયા.
कुमुदविजयस्याथ, शिष्यस्त्वेको बभूव च । श्रीहर्षविजयस्यापि षट् शिष्या अभवंस्तथा ॥ ५१ ॥
હવે શ્રી કુમવિજયજી મહારાજના એક શિષ્ય થયા; તથા શ્રી હર્ષવિજયજી મહારાજના છ શિષ્યો થયા.
३७३
શાતે પોરવાડ વાણીઆ તથા વડોદરાના રહેવાસી હતા; વળી તેમનું નામ લલ્લુભાઈ હતું. તેમણે મહારાજ શ્રી કાંતિવિજયજીની પાસે સંવત ૧૯૪૯માં હુશીયારપુરમાં દીક્ષા લીધી હતી; તેમનો સ્વભાવ અત્યંત શાંત છે, તથા બિલકુલ અભિમાન રહિત થઇને સાથેના સાધુઓની વખાણવા લાયક તેઓ વૈયાવચ્છ
કરે છે.
તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી ભક્તિવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાલી વાણીઆ તથા કાઠિયાવાડમાં ભાવનગર પાસે આવેલા વળા નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ ભગવાનદાસ હતું. તેમણે મહારાજ શ્રી કાંતિવિજયજીની પાસે સંવત ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી હતી. તેઓ પણ વિદ્વાન અને શાંત સ્વભાવી છે.
૧. શ્રી અમરવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી બાલવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ક્ષત્રિય તથા ગુજરાવાલાના રહેવાસી હતા. તથા તેમનું નામ બરકત હતું. તેમણે મહારાજ શ્રી અમરવિજયજી પાસે સંવત ૧૯૫૧માં અજમેરમાં દીક્ષા લીધી હતી.
૨. શ્રી કુમદવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી હીરવિજયજી છે. સંસારીપણામાં તેઓ જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા રાવલપીંડી નામે ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ નિધાનમલ્લ હતું. તેમણે સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજ શ્રી કુમુદવિજયજી પાસે દીક્ષા લીધી હતી.
૩. શ્રી હર્ષવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી મોહનવિજયજી છે. તેઓ યતિના શિષ્ય તથા પંજાબમાં આવેલા નિકોદર નામે ગામના રહેવાસી હતા; તથા તેમનું નામ મોહનલાલ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૩૭માં ગુજરાંવાલામાં દીક્ષા લીધી હતી.
તેમના બીજા શિષ્યનું નામ શ્રી રાજવિજયજી મહારાજ છે; સંસારીપણામાં તેમનું નામ રાયચંદ હતું; તથા તેઓ કુંડલા નામે ગામના રહેવાસી હતા. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૪૧માં સુરતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org