Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સસલામ: સર્જ
३८१
સમાન એવો લાલણ નામનો વંશ હતો. તે વંશમાં મૌક્તિક સરખા અને શ્રી વર્ધમાનશાહ એવા નામથી મંડિત થએલા મહા ધનાઢ્ય શેઠ થયા.
विरचितमिह तेन मंदिरैक । मधिगततुंगतया तिरस्कृताद्रि ॥
अगणितवसुना जिनेशबिंबै: । પ્રવત: પરિમંડિત મનોજ્ઞમ્ ।। રૂ . ॥
પ્રાપ્ત કરેલી ઊંચાઇથી તિરસ્કાર કરેલ છે પર્વતનો જેણે, તથા અતિ ઉત્તમ એવા જિનેશ્વરોનાં બિંબોથી મંડિત થએલું તથા મનોહર એવું એક જિનમંદિર તે વર્ધમાન શાહ શેઠે અહીં (જામનગરમાં) અગણિત ધન ખરચીને બનાવ્યું છે.
૧. વર્ધમાનશાહનો ઇતિહાસ નીચે પ્રમાણે છે. તેઓ કાઠિયાવાડની ઉત્તરે આવેલા કચ્છ નામના દેશમાં આવેલા અલસાણ નામે ગામના રહેવાસી હતા; તેઓ ઘણા જ ધનાઢય તથા વ્યાપારનાં કાર્યોમાં પ્રવીણ હતા. તે જ ગામમાં રાયસી શાહ નામના પણ એક ધનાઢ્ય શેઠ રહેતા હતા; તેઓ બન્ને વચ્ચે વેવાઈઓનો સંબંધ હતો. તેઓ બન્ને જૈનધર્મ પાળતા હતા. એક દિવસે જામનગરના રાજા જામસાહેબે તે અલસાણાના ઠાકોરની કન્યા સાથે લગ્ન કર્યાં. તેમાં જામશ્રીના કહેવાથી તે કુંવરીએ દાયજામાં પોતાના પિતા પાસે તે બન્ને શાહુકારો જામનગરમાં આવી વસે એવી માગણી કરી. તે માગણી તેના પિતાએ કબુલ રાખવાથી ઓશવાળ જ્ઞાતિના દશ હજાર માણસો સહિત તે બન્ને શાહુકારોએ જામનગરમાં આવી નિવાસ કર્યો; તથા ત્યાં રહી અનેક દેશાવરો સાથે વ્યાપાર કરવા લાગ્યા. અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. વળી તે બન્ને શાહુકારોએ પોતાના દ્રવ્યનો સદુપયોગ કરવા માટે ત્યાં (જામનગરમાં) લાખો પૈસા ખરચીને મોટા વિસ્તારવાળાં તથા દેવિમાનો સરખાં જિનમંદિરો બંધાવ્યાં. તે
જિનમંદિરો વિક્રમ સંવત ૧૬૭૬માં સંપૂર્ણ થયાં; (તેનું વિશેષ વર્ણન આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org