Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३५७
લોકજી: : / ततो बभूव शास्त्रज्ञः, संतोषविजयाह्वयः । शिष्योऽमुष्य मुनींद्रस्य, धर्मध्यानपरायणः ॥ ४ ॥
તે વાર પછી આ મુનિરાજના શાસ્ત્રોને જાણનારા તથા ધર્મધ્યાનમાં તત્પર એવા શ્રી સંતોષવિજયજી નામે શિષ્ય થયા. ततोऽभवन्मुनीशस्य, श्रीरंगविजयाभिधः। शिष्योऽस्य जैनसिद्धांत, पारगो धर्मतत्परः ॥५।।
પછી આ મુનિરાજના જૈન સિદ્ધાંતોના પારને પહોંચેલા તથા ધર્મમાં તત્પર એવા શ્રી રંગવિજયજી નામે શિષ્ય થયા. बभूव च ततः प्रज्ञः, श्रीरत्नविजयाह्वयः । शिष्योऽमुष्य मुनीशस्य, रत्नत्रयप्रदायकः ।।६।।
પછી આ મુનિરાજના વિદ્વાન તથા ત્રણે રત્નોને દેનારા શ્રી રત્નવિજયજી નામે શિષ્ય થયા. ततो बभूव शिष्योऽस्य, चारित्रविजयाभिधः । जैनसिद्धांततत्वज्ञो, न्यायान्यायविचारवान् ॥७।।
૧. શ્રી સંતોષવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતિએ અગ્રવાળ વાણિયા હતા. ઢુંઢકપણામાં તેમનું નામ ખુબચંદજી હતું. તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી.
૨. શ્રી રંગવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ હતા તથા અમૃતસરના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ હુકમચંદજી હતું તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી.
૩. શ્રી રત્નવિજયજી સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા હુશીયારપુરના રહેવાસી હતા. ઢુંઢાપણામાં તેમનું નામ હાકમરાયજી હતું, તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org