Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३५८
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તેવાર પછી આ સૂરિરાજના જૈન સિદ્ધાંતના તત્ત્વોને જાણનારા તથા ન્યાયાખ્યાયના વિચારવાળા શ્રી ચારિત્રવિજયજી નામે શિષ્ય થયા. लब्ध्वा तदीयचरणांबुजतारसारं ।
स्वादच्छटाधरितदिव्यसुधासमूहम् ।। संसारकाननतटे हटतालिनेव ।
पीतो मया प्रवरबोधरसप्रवाहः ।।८ ॥
તે શ્રી ચારિત્રવિજયજી મહારાજના, સ્વાદની છટાથી દૂર કરેલ છે દિવ્ય અમૃતનો સમૂહ જેણે એવા ચરણોરૂપી કમળોના મનોહર સારને મેળવીને આ સંસારરૂપી વનતટમાં ભમતા ભમરાની પેઠે ખરેખર મેં (આ ગ્રંથકર્તા હીરાલાલે) ઉત્તમ બોધના રસનો પ્રવાહ પીધો છે. चारित्रविजयस्यास्य, बुद्धिं दृष्ट्वा बृहस्पतिः । दर्शयति मुखं स्वस्य, लजयेव दिवा न हि ।।९ ॥
આ શ્રી ચારિત્રવિજયજી મહારાજની બુદ્ધિને જોઈને બૃહસ્પતિ (પણ) જાણે લજ્જાથી જ હોય નહીં જેમ, તેમ દિવસે મુખ દેખાડતો નથી. सूरीशस्य बभूवास्य, ततः शिष्यः सुबुद्धिवान् । વાવિગગથે સિંદર, રવિનયમિઘા ૨૦ .
૧. શ્રી ચારિત્રવિજયજી મહારાજ સંસારીરપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા હુશીયારપુરના રહેવાસી હતા. ઢેઢકપણામાં તેમનું નામ સલામતરાયજી હતું. તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં મહારાજશ્રી પાસેથી અમદાવાદમાં દીક્ષા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org