Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
३४२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
તે સમયે ચંદ્રનાં કિરણો પણ નાશ કરેલ છે તાપ જેઓએ એવા
થયા થકા મુનિરાજની સેના પર પડવા લાગ્યાં, પણ આશ્ચર્યની વાત છે કે, તે જ કિરણો ઘણા કાળ સુધી મોહરાજાના લશ્કરીઓના સમૂહને સૂર્યનાં કિરણોની પેઠે ખરેખર ખેદ દેવા લાગ્યાં.
नक्षत्रवारमिषतोऽथ तमःसमूह |
स्तूर्णं स्वकीयसुहृदः परिभाव्य चित्ते ॥
शत्रोः पराभवमयं गलदश्रुवारो ।
मोहस्य शोकभरतो ननु किं रुरोद ।। ७१ ॥
॥
હવે આ અંધકારનો સમૂહ પોતાના મિત્ર એવા મોહરાજાના શત્રુથી થએલા પરાભવને હૃદયમાં ધારીને તુરત શોકના સમૂહથી નક્ષત્રોના સમૂહના મિષથી ગળતા અશ્રુઓવાળા થયો થકો શું રુદન કરવા લાગ્યો?
जाते प्रभात इह भानुभिरेष भानुः ।
स्वीयैः शरैरिव निजारितमः समूहम् ॥
दीर्णत्वमेव नयनुग्रकरो रथस्थो ।
राजेव खेहि स बभौ रणभूमिभागे । । ७२ ॥
અહીં પ્રભાત થાતે છતે તે ભયંકર કિરણોવાળો તથા રથમાં બેઠેલો એવો આ સૂર્ય, રાજા જેમ રણભૂમિ પર તેમ, પોતાનાં બાણો સરખાં કિરણોથી પોતાના શત્રુરૂપ એવા અંધકારના સમૂહને નાશ કરતો થકો ખરેખર આકાશમાં શોભવા લાગ્યો. सेनाद्वयस्य भटसंहतयः समेता ।
वेला इवोदकनिधिद्वयसंभवाश्च ॥
कुंतासिबाणसमुदायतरंगयुक्ता ।
स्तीरंव संगरमुखं ध्वनिपूरिताशाः ।। ७३ ॥
બે સમુદ્રોથી ઉત્પન્ન થએલી વેલાઓ જેમ કાંઠા પર તેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org