Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચતુર્દશ: સf /
३३३ સમૂહને જોઈને, પતત્રિઓ પણ (પક્ષીઓ પણ) જાણે હર્ષથી હોય નહીં જેમ, તેમ ખરેખર ઊંચે પ્રકારે શબ્દો કરવા લાગ્યા; કેમકે પોતાની જાતિનો ઉદય જોઈને કોણ હર્ષિત નથી થતું? मोहाधिपेन रभसा प्रहितस्तदैव।
कामाभिधोऽथ सुभटः समुपाजगाम ॥ चित्ते यथा कुगुरुणा कथितः कुबोधः ।
कष्टप्रदः समरभूमितले शठस्य ।। ४६ ॥
હવે તે જ સમયે, કુગુરુએ કહેલો દુ:ખદાયી કુબોધ જેમ શઠના ચિત્તમાં, તેમ મોહરાજાએ વેગથી મોકલેલો કામ નામનો સુભટ સમરાંગણમાં આવ્યો. वल्गद्वसंतवरवाजिगतो भटाग्रो ।।
बाणैर्निजैः कुसुमजैः कुसुमायुधोऽयम् ॥ शत्रुञ् जघान हृदि तेऽपि तदैव तेन ।
तत्रैव तेनुरभितो लुठनं धरित्र्याम् ।। ४७ ॥
ઊછળતા એવા વસંતરૂપી ઉત્તમ ઘોડા પર બેઠેલો, તથા સુભટોમાં અગ્રેસર એવો એ કામદેવ નામનો સુભટ પોતાના પુષ્પોનાં બાણોથી શત્રુઓને હૃદયમાં મારવા લાગ્યો; તેથી તે જ સમયે ત્યાં જ તે શત્રુઓ પણ ચારે બાજુથી પૃથ્વી પર લોટવા લાગ્યા. वीक्ष्य स्वकीयसुभटानथ संगराग्रे ।
कष्टं गतानरिकरागतबाणवृंदैः ॥ वाचंयमोऽपि निजसैनिकवारमध्याद् ।
ब्रह्माभिधं भटवरं प्रतितं मुमोच ।। ४८ ॥ હવે રણસંગ્રામના અગ્ર ભાગમાં પોતાના સુભટોને, શત્રુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org