Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચતુર્વામ: મળ: 1
३१९
ટંકારના નાદોથી ભરાએલા છે દિશાઓના મધ્ય ભાગો જેનાથી એવા ધનુષ્યોને કેટલાક સુભટોએ પોતાના હાથોમાં ધારણ કર્યાં; વળી અહીં હાથોમાં ધારણ કરેલી તલવારોથી ભયંકર શરીરવાળા થએલા કેટલાક સુભટો તો દેહધારી જાણે ખરેખર વીર રસો જ હોય નહીં જેમ તેમ શોભવા લાગ્યા.
केचित्करात्तशरसंगत कार्मुकोग्रा । अग्रेश्वराः सुभटपंक्तिषु वर्मितांगाः ॥
प्रासव्रजाकलितहस्तभटाश्च केचि ।
द्युद्धोन्मुखास्तु चपलं चपला बभूवुः ।। १४ ।
હાથમાં ધારણ કરેલા બાણો સહિત ધનુષ્યોથી ભયંકર લાગતા, સુભટોની શ્રેણિઓમાં અગ્રેસર, તથા બખ્તરયુક્ત અંગવાળા એવા કેટલાક (સુભટો) તથા ભાલાંઓના સમૂહોથી યુક્ત થએલા હાથોવાળા કેટલાક ચપલ સુભટો તુરત ખરેખર યુદ્ધ માટે સન્મુખ થયા. आगादथोग्रबलकोपभटोऽग्रभागे ।
दुर्ध्याननामरथगः करसंधृतास्त्रः ॥
वाचंयमस्य सुभटोऽपि शमाभिधोऽग्रे । सद्ध्याननामरथगो धृतशस्त्रवारः ।। १५ ॥
હવે (મોહ રાજાનો) ભયંકર બળવાળો દુર્ધ્યાનરૂપી રથ પર ચડેલો, તથા હાથમાં ધારણ કરેલ છે હથિયાર જેણે એવો ક્રોધ નામનો સુભટ અગાડીના ભાગમાં આવ્યો; (તથા) ઉત્તમ ધ્યાનરૂપી રથ પર ચડેલો, અને ધારણ કરેલ છે શસ્ત્રોનો સમૂહ જેણે એવો સમતા નામનો શ્રી આત્મારામજી મુનિરાજનો સુભટ પણ અગાડીના ભાગમાં આવ્યો.
૨. ધનુથાોધન્વરારા-મનોરંડાનુંમ્।। મર: | ત: ।। ત્યમઃ ॥
Jain Education International
For Private & Personal Use Only
२. प्रासस्तु
www.jainelibrary.org