Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
२१९
છત્રોએ કરીને, નગરે પણ દુર્લભ તથા અનોપમ એવી વનની મનોહર શોભા મેળવી. गच्छतां द्विरदानां च, मदधाराभिवर्षणैः । इंदीवरालियुक्ते व, शुभशुभे वसुधा तदा ॥५१ ॥
વળી તે સમયે ચાલતા હાથીઓના મદની શ્રેણિઓના વર્ષવાથી પૃથ્વી જાણે શ્યામ કમલોની માળાવાળી થઈ હોય નહીં જેમ, તેમ શોભતી હતી. धरणीधारकोऽयं हि, शेषश्च जरठश्चिरम् । धारयितुं भवद्भारं, सर्वथा क्षम एव न ।।५२ ॥ इतीव गदतां स्पष्टं, श्रुताग्रनदतां तदा । શિક્ષાં શ્રુત્વેવ શૃંગા, મંથર ગરા થયું છે પરૂ I મમ્
પૃથ્વીને ધરનારો આ ઘરડો શેષનાગ ખરેખર ઘણા વખત સુધિ તમારા ભારને ધારી રાખવાને સર્વથા પ્રકારે સમર્થ નથી જ, એવી રીતે જાણે સ્પષ્ટ કહેતા હોય નહીં એમ કાનના અગ્ર ભાગ પાસે ગુંજારવ કરતા ભમરાઓની શિખામણ સાંભળીને જાણે હોય નહીં જેમ, તેમ તે સમયે હાથીઓ ધીરે ધીરે જવા લાગ્યા. स्वभारमूर्छितां पृथ्वी, स्वकर्णतालवृंतकैः । दययाश्वासयामासु, ढिरदा रदनांचिताः ।।५४ ॥
પોતાના ભારથી મૂર્શિત થએલી પૃથ્વીને, દાંતોથી શોભાતા એવા હાથીઓ, પોતાના કર્ણોરૂપી પંખાઓથી દયાયે કરીને આશ્વાસન કરવા લાગ્યા.
१. इंदीवरं च नीलेऽस्मिन् ।। इत्यमरः।। इंदी लक्ष्मीः तस्या वरमिष्टमित्तींदीवरमिति स्वोपज्ञटीकायाम् ॥ २. शेषोऽनंतो वासुकिस्तु ॥ इत्यमरः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org