Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તપ: સf. /
२२३
II
4
વાળા (પક્ષે–વિષ્ણુ) છતાં પણ લક્ષ્મીથી (પરિગ્રહથી) તો રહિત થએલા, કઠિન આગમમાં કરેલ છે ઉત્સાહ જેમને એવા (પક્ષે– પાર્વતિના આગમમાં કરેલ છે ઉત્સાહ જેમણે એવા) છતાં પણ કામદેવના વૈરી (પક્ષે મહાદેવના વૈરી) તજેલ છે પાવડીઓ જેમને એવા શરીર પર પણ મમતા વિનાના, ચારિત્રથી શોભિતા ચિત્તવાળા, હમેશાં પગેથી વિહાર કરનારા, તથા વસ્ત્રમાં વિંટાળેલાં કાષ્ટના મનોહર પાત્રોથી ભારયુક્ત થએલ ખભાઓવાળા, પ્રાસુક જલના પાત્રોની શ્રેણિથી શોભિતા હાથોવાળા, નિર્મળ, શ્યામ દાહાડીમૂછના વાળોના સમૂહની શ્રેણિના મિષથી જાણે ભમરાઓથી આશ્રિત થએલા મુખકમળોવાળા, છેક જીવિતપર્યત ધારણ કરેલ છે મહાવ્રતો જેમણે એવા, શાંત મુદ્રાવાળા, પ્રફુલ્લિત મુખવાળા, તથા (ગુરુની) સેવાના અવસરમાં વિચક્ષણ એવા ઉત્તમ શિષ્યોના સમૂહોથી વિંટાએલા જાણે બીજા ગૌતમગણધર જ હોય નહીં એવા, તથા વિજય અને આનંદના આપનારા એવા શ્રી વિજયાનંદ મહામુનિરાજ (શ્રી આત્મારામજી મહામુનિરાજ) તે સમયે સારી રીતે દેખાડેલ છે આનંદ જેઓએ એવા લોકોથી જોવાવા લાગ્યા. स्पर्शतो मुनिपादानां, पांसवोऽपि तदा द्रुतम् । पूता इव दिवं याता, प्रभावो महतां महान् ॥७२ ॥
મુનિના ચરણોના સ્પર્શથી ધૂલિઓ પણ તે વખતે જાણે પવિત્ર થઈઓ હોય નહીં જેમ, તેમ તુરત આકાશમાં (દેવલોકમાં) ગઈ; (માટે) મહાનોનો મહાન પ્રભાવ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org