Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ततो वाचमुवाचैवं, गुरुरप्यगुरुः श्रुतौ । श्रुतं दृष्टं न चास्माभि, राप्ताप्तवचनान्वितम् ॥९॥
ત્યારે શાસ્ત્રમાં અનિપુણ એવા તે ગુરુ પણ એવી રીતની વાણી બોલ્યા કે, અમોએ સત્ય એવા યથાર્થ ઉપદેશ દેનારાના વચનોવાળું શાસ્ત્ર જોયું નથી. परं परिणतं चित्ते, नः परंपरयागतम् । . कमैतत्कुरुमो नित्यं, मत्वा संसारतारकम् ॥१० ।।
પણ અમારી પરંપરાથી પ્રાપ્ત થએલું અને અમારા ચિત્તમાં પરિણમેલું સંસારને તારનારું જાણીને આ કાર્ય અમો હમેશાં કરીએ છીએ.
વ્યાકરણ, પન્નવણાજી, અને જીવાભિગમ, વગેરે શાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો. તે વખતે ફકીરચંદજીની પાસે હર્ષચંદ નામે એક શિષ્ય સિદ્ધહૈમકૌમુદી- ચંદ્રપ્રભા નામે જૈન વ્યાકરણ ભણતો હતો. તેથી ફકીરચંદજીએ તેમને કહ્યું કે તમારી બુદ્ધિ ઘણી સ્વચ્છ છે, માટે તમે મારી પાસેથી ચંદ્રપ્રભા ભણો. તમને તે જલદી આવડશે. પરંતુ આત્મારામજીને પૂર્વોક્ત કર્મરોગથી આ વચનામૃત પણ સચ્યું નહિ.
ચોમાસું વીત્યા બાદ આત્મારામજીએ નાગોરથી વિહાર કરી મેડતા, અજમેર, કિસનગઢ અને સરવડ વગેરે મુખ્ય શહેરોમાં થોડો થોડો વખત રહી ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, સૂયગડાંગ, અનુયોગદ્વાર, નંદી, ઢુંઢકોનું આવશ્યક, અને બૃહત્કલ્પ વગેરે શાસ્ત્રો કંઠાગ્ર કર્યા. તેમણે સુમારે ૧૦ હજાર શ્લોક કંઠાગ્ર કર્યા હતા. સંવત ૧૯૧૫નું ચોમાસું તેમણે જયપુરમાં રહીને કર્યું. ત્યાર પછી તેઓ બક્ષીરામ નામે એક સાધુની સાથે માધોપુર અને રણથંભોર થઈ બુંદી કોટે ગયા. ત્યાં ઢંઢક સાધુઓમાં શ્રેષ્ઠ એવા મગનજીસ્વામીને મળવાની તેમને ઇચ્છા હતી. પણ તેઓ એ વખતે ભાનપુરમાં હતા. તેથી ત્યાં જઈને તેમને મળ્યા. પછી બંને જણ વચ્ચે કેટલીક ચર્ચા વાર્તા થઈ, તેથી અન્યોઅન્ય ઘણો આનંદ થયો. ભાનપુરથી આત્મારામજી સીતામ અને ઉજાવરા થઈને સલાનામાં ગુરુને મળી રતલામ ગયા. ત્યાં ઢંઢક મતનો જ્ઞાતા સૂર્યમલ્લ કોઠારી હતો. તે કહેતો કે, જૈન મતનાં ૧૧ શાસ્ત્રો સાચાં છે, અને બાકીનાં બધાં યતિઓએ કલ્પનાથી રચ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org