Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
१३४
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं दुर्ध्यानलीनोऽसौ, कुमारः प्राप्यं पंचताम् । गतोऽरं नरकद्वारि, धिड्मधुपायिजीवितम् ॥ ८५ ॥
એવી રીતે દુર્યાનમાં લીન થએલો તે સુરેંદ્ર કુમાર મૃત્યુ પામીને તુરત નરકમાં ગયો; માટે ધિક્કર છે મદિરાપાન કરનારના જીવિતને !!! तस्य पत्न्यपि वैराग्या, ज्जैनसंयममग्रहीत् । प्रपाल्य च चिरं शुद्धया, नाकिलोकमवाप सा ॥ ८६ ॥
તેની સ્ત્રી કનકવતીએ પણ વૈરાગ્યથી જૈન દીક્ષા ગ્રહણ કરી અને ઘણા કાળ સુધી (ત્રિકરણ) શુદ્ધિથી તે દીક્ષા પાળીને તે દેવલોકે ગઈ. सदाराः सुहृदः सर्वे, तस्यापायभरप्रदम् । त्यक्त्वा तदादितो मद्य, पानं च सुखिनोऽभवन् ।। ८७ ।।
તે દિવસથી તેના સર્વે મિત્રો પણ સ્ત્રીઓ સહિત દુઃખના સમૂહને દેનારા મદ્યપાનને તજીને સુખી થયા. एवं विज्ञाय भो लोका, शोकाकरकरंबिताम् । मुंचत लुंचितालोचां, मदिरां मदमंदिरम् ।। ८८ ॥
એમ જાણીને તે લોકો ! શોકના સમૂહથી મિશ્રિત થએલી તથા ઉખેડી નાખેલ છે વિચાર જેણીએ અને મદના મંદિર સરખી, એવી મદિરાને તમો તજી ઘો. एवं गुरुगिरासार, वारव्यस्तहृदातपाः । जना निजानि धामानि, युयुरैरेयभीभृतः ॥८९ ॥
એવી રીતે ગુરુના વચનરૂપી વૃષ્ટિના સમૂહથી દૂર કરેલ છે હૃદયનો તાપ જેઓએ એવા (સભાના) માણસો મદિરાની બીકથી ભરેલા થયા થકા પોતાને ઘેર ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org