Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
अष्टमः सर्गः ।
मुंचेत्कथं मेऽथ मुनीश नाथो । मांसं कथां मे कथयध्वमेनाम् ॥
स्वाभाविका यद्भवति प्रवृत्ति । रन्योपकाराय भवादृशानाम् ॥ ४० ।।
હે મુનિશ ! મારો સ્વામી કેવી રીતે માંસને તજે? તે વાત આપ હવે મારા પ્રતે કહો. કેમકે આપ સરખાઓની પ્રવૃત્તિ અન્યોપકાર માટે સ્વાભાવિક જ હોય છે.
श्रुत्वेति तस्या वचनं मुनीशो । ज्ञात्वा निजज्ञानपरंपराभिः ॥
पीयूषतुल्यामवदत्सुवाणीं ।
निर्वाणमार्गं स विमार्गयंतीम् ॥ ४१ ॥
એવી રીતનું તેણીનું વચન સાંભળીને તે મુનિરાજ પોતાના જ્ઞાનની શ્રેણિઓથી જાણીને, મોક્ષમાર્ગને શોધનારી અમૃત તુલ્ય ઉત્તમ વાણી બોલ્યા.
मांसस्य नो राज्ञि करिष्यति स्वं ।
त्यागं त्वदीयो रमणः कदापि ॥
गृध्रौ हि हंतेह कथंचनापि ।
मुंचेत मांसं च मलीमसः किम् ॥ ४२ ॥
१७५
હે રાણી ! તારો સ્વામી કોઈ પણ વખતે પોતે માંસનો ત્યાગ કરશે નહીં, કેમકે, અહીં મલિન એવો જે ગીધ તે અરેરે!! કોઇ પણ રીતે શું માંસને તજી શકે છે? (અર્થાત્ નથી જ તજી શકતો.)
१. गृध्रः खगांतरे पुसि । वाच्यलिंगस्तु लुब्धके ॥ इति मेदिनी ।। २. पिशितं तरसं मांसं । पललं क्रव्यमामिषम् ।। इत्यमरः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org