Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं व्याकरणस्यासौ, परितः पारतां गतः । किमपि नो दुराराध्यं, दृश्यते बुद्धिशालिनाम् ।। २५ ॥
એવી રીતે આ આત્મારામજી મહારાજ ચારે બાજુથી અર્થાત્ સંપૂર્ણ રીતે વ્યાકરણના પારપણાને પામ્યા, કેમકે બુદ્ધિવાનોને કંઈ પણ દુષ્કર દેખાતું નથી. ददर्शाथ स शास्त्राणि, त्राणीभूतानि देहिनाम् । आप्ताननशशांकाप्ता, मृतवाक् पूरितान्यरम् ॥ २६ ॥
પછી તે પ્રાણીઓને શરણભૂત તથા યથાર્થ વક્તાના (જિનેશ્વરોના) મુખરૂપી ચંદ્રથી પ્રાપ્ત થએલાં અમૃતરૂપી વાણીથી ભરેલાં શાસ્ત્રોને તુરત જોવા લાગ્યા.
આવ્યા, અને સંવત ૧૯૨૪નું ચોમાસું બિનશૈલીમાં કર્યું. તથા સંવત ૧૯૨૫નું ચોમાસું બડૌતમાં કર્યું. બિનશૈલીમાં કેટલાક શ્રાવકોએ શુદ્ધ શ્રદ્ધા અંગીકારી કરી. તથા ત્યાં ચોમાસામાં નવતત્ત્વ બનાવ્યા. પૂર્વોક્ત બંને ચોમાસામાં દિલ્હીના કેટલાક ઢંઢક શ્રાવકોએ તથા અમરસિંઘે દિલ્હી, મારવાડ અને પંજાબ આદિ દેશોમાં કાગળો લખી ખબર આપી કે, આત્મારામજીની શ્રદ્ધા પ્રતિમા પૂજવાથી મુક્તિ માનવાની, બાવીશ અભક્ષ્ય વસ્તુઓ ન ખાવાની, અને મુખોપરિ દોરાથી મુહપત્તિ નહિ બાંધવાની થઇ ગઈ છે. માટે તેમની સંગત કરવી નહિ. ઇત્યાદિ. પરંતુ જે લોકો જાણતા હતા કે, આત્મારામજી શાસ્ત્રાનુસાર જ કથન કરે છે, અને ઢેઢક પોતાની મનકલ્પિત વાતો બતાવે છે, તેઓ તો કાગળ જોઈને તેમની હાંસી કરવા લાગ્યા કે, ઢુંઢકો માત્ર દૂરથી જ તડાકા મારે છે, પણ આત્મારામજીની સામે કોઈ થઈ શકતા નથી. તેનું મૂળ કારણ એ છે કે તેઓ વ્યાકરણને વ્યાધિકરણ માની તેનો અભ્યાસ કરતા નથી અને આત્મારામજીના પરિવારમાં તો પ્રાયઃ વ્યાકરણનો અભ્યાસ મુખ્ય છે, વિભક્તિજ્ઞાન વિના યથાર્થ અર્થ થઈ શકતો નથી. એ તો સ્પષ્ટ છે કે ભણેલાની સાથે અભણની વાર્તા થઈ શકતી નથી.
સંવત ૧૯૨૬નું ચોમાસું શ્રી આત્મારામજીએ માલેરકોટલામાં કર્યું. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org