Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પં: સf. /
९५ આશ્ચર્ય કરી રહ્યા છો; કે તમો રત્નવિનાના (નિષ્પરિગ્રહી) છતાં પણ હંમેશાં સજ્જનોને (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) ત્રણ રત્નોને આપો છો. अपरं त्वयि यच्चित्रं, ज्ञायते त्वं तु तच्छृणु । परिग्रहेण मुक्तोऽपि, मुक्तमालासमन्वितः ॥४९ ।।
વળી આપનામાં બીજું જે આશ્ચર્ય જણાય છે, તે પણ આપ સાંભળો. (તે એ કે) આપ પરિગ્રહથી રહિત થયા છો, છતાં મોતીઓની માળા સહિત છો !! (પરિહારમાં મોક્ષે ગએલાઓની શ્રેણિઓની સાથે રહેલા છો.) प्रभो त्वत्तुल्यतां याति, कथं जैवातृकोऽपि सः । उद्यन्नेव न पूर्णोऽसौ, त्वं तु पूर्णकलाधरः ।।५० ॥
હે પ્રભુ! આપની તુલ્યતાને તે ચંદ્ર પણ શી રીતે આવી શકે? કેમકે તે તો ઉત્પન્ન થતો થકો કંઈ સંપૂર્ણ કળાવાળો નથી, પણ તમો તો જન્મથી જ સંપૂર્ણ કળાવાન છો. चित्रं घने नवीनेऽत्र, दृष्टे त्वयि सुखप्रदे । मे स्वांतकमलं फूल्लं, हंसोऽपि प्रमुदं गतः ।।५१ ॥
(હે પ્રભુ!) સુખ આપનારા એવા આપરૂપી નવીન વરસાદને જોવાથી મારું હૃદયરૂપી કમળ પ્રફુલ્લિત થયું ! તથા મારો હંસ પણ (આત્મા પણ) હર્ષને પામ્યો ! એ આશ્ચર્ય છે !! કેમકે, વરસાદથી તો કમળોનો નાશ તથા હંસોનું ઊડી જવાપણું થાય છે. इति स्तुत्वा मुनीशोऽसौ, जिनेशं जितमन्मथम् । जितमन्मथ आदीश, मंदिराबहिराययौ ।। ५२ ।।
એવી રીતે જિતેલ છે કામદેવને જેણે એવા આ મુનિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org