Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
યજ્ઞ: સર્વ: ।
विलोक्य निजदेहांस्ते, धराधूलिविधूसरान् । पशूनामिव निश्चेलान्, भृशमत्र त्रपां गताः ॥ ७० ॥
તેઓ અહીં પોતાના શરીરોની પેઠે પૃથ્વી પરની લિથી ધૂસર થએલાં, તથા વસ્ત્રો વિનાનાં જોઈને અત્યંત લજ્જાને પામ્યા.
मिलित्वा तेऽथ सर्वेऽपि, कुमारनिकटं गताः । चंदनैस्तालवृंतैश्च चक्रुस्तत्परिसेवनाम् ॥ ७१ ॥
હવે તેઓ સર્વે પણ એકઠા થઈને કુમારની સમીપે ગયા, તથા ચંદન અને પંખાઓથી તેની આશ્વાસના કરવા લાગ્યા.
तथापि प्राप चैतन्यं, नो कथंचित्स कर्मणा । निधानं धनसंयुक्तं, यथा रंककुटुंबिकः ॥ ७२ ।।
१३१
તો પણ રંક કુટુંબી જેમ ધનયુક્ત નિધાનને, તેમ તે કુમાર કર્મે કરીને કોઈ પણ પ્રકારે ચૈતન્ય પામ્યો નહીં.
एवं तिष्ठति ते याव, च्चितया चकिताश्चिरं । शुश्रुवुस्तावदेवं च, वाचमाकस्मिकीमरम् ॥ ७३ ॥
એવી રીતે તેઓ જેટલામાં ચિંતાથી ચક્તિ થયા થકા ઘણા કાળ સુધી ઊભા છે, તેટલામાં તુરત તેઓએ એવી રીતની અકસ્માત વાણી સાંભળી.
पलायध्वं पलायध्वं त्वरितं त्वरितं जनाः ।
मत्तमातंग आयाति, भंक्त्वालानमपि द्रुतम् ॥ ७४ ॥
હે લોકો ! તમો તુરત તુરત નાશી જાઓ, નાશી જાઓ. મદોન્મત્ત હાથી બંધનસ્તંભને ભાંગીને તુરત આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org