Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
९८
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। આ જ ભરતક્ષેત્રમાં નાગપુર” નામનું નગર (છે.) જેણે પો-તાના ધનથી ઉત્કણું એવું શેષનાગનું નગર પણ દૂર કર્યું છે. अंगात्तमुक्तमालाभिः, सदा दानविवर्षणैः । नागौघोव जनौघोऽत्र, तदाख्यां सफलां व्यधात् ।। ६१ ।।
આ નગરમાં, અંગ પર ધારણ કરેલી મોતીઓની માળાઓથી તથા હમેશાં દાનના (પક્ષે- મદના) વરસાદોથી માણસોનો સમૂહ હાથીઓના સમૂહની પેઠે તેના “નાગપુર(હસ્તીપુર) એવા નામને સફળ કરતો હતો. तत्रासीत्कामपालाख्यः, पालयामास योऽनिशम् । त्रस्तं तं दययेवेह, कामं कामं हि रुद्रतः ।। ६२ ।।
તે નગરમાં કામપાલ નામે રાજા હતો, કે જે મહાદેવથી ત્રાસ પામેલા તે પ્રસિદ્ધ કામદેવને દયાથી જ જાણે સારી રીતે જેમ થાય તેમ અહીં હમેશાં પાળતો હતો. ( અર્થાત્ અત્યંત કામાતુર હતો.) तस्यैका महिषी स्वीय, रूपेण महिषीतरा। तथापि महिषीवोरु, पयोधरपयोऽचिता ।। ६३ ।। चंद्रलेखाभिधानासी, दधानाननचारुताम् । યાત્રિ બનીનેત્ર, ગાનામનિમેષતામા ૬૪ | ગુમ
તે રાજાને પોતાના રૂપથી મહિણીથી ઈતર એટલે શ્વેતકાંતિવાળી, તો પણ મહિષીની પેઠે ઉત્તમ સ્તનોમાં રહેલા સ્તન્યથી શોભિત અને મુખની મનોહરતાને ધારણ કરનારી “ચંદ્રલેખા” નામે પટરાણી હતી, કે જે લોકોના સમૂહના નેત્રોરૂપી કમળને અનિમેષપણું (પ્રફુલ્લિતપણું) આપતી હતી, એ આશ્ચર્ય છે !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org