Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પં: : !
१०५ તે ઠગનારી તથા વાચાળ એવી વેશ્યા પણ ઠગવાવાળી વાણી બોલવા લાગી કે, હે સ્વામિ ! અહીં ખરેખર કમલોના નિર્મલ સુગંધમાં લોલુપ થએલી આ ભમરાઓની શ્રેણિ આપ વિના મારા કામદેવરૂપી હાથીને બાંધવામાં લોખંડની સાંકળની પેઠે સમર્થ થાય. नृपोऽप्यकथयन्मां हि, प्रिये त्वया विना वने । अनिलोऽप्यनलीभूय, दाक्षिणात्यो दहेदिह ।। ९३ ।।
રાજા પણ કહેવા લાગ્યો કે, હે પ્રિયે ! તારા વિના અહીં વનમાં દક્ષિણ દિશાનો પવન પણ અગ્નિરૂપ થઈને મને બાળત. कृत्वैवं कानने क्रीडां, पौरैः पूर्णमनोरथैः । पूरपश्च तया सार्धं, प्रचचाल पुरंप्रति ।। ९४ ॥
એવી રીતે રાજા વનમાં ક્રીડા કરીને સંપૂર્ણ મનોરથવાળા એવા નગરના લોકો અને તે ગણિકા સહિત નગર પ્રતે જવા
લાગ્યો.
अथ लावण्यसंयुक्तो, मूर्तिमानिव मन्मथः । તથા વાસ્ત્રિયાવર્શિ, ગન: શોપિ ચંન્નિતિઃ || ૧૧ છે
હવે એટલામાં લાવણ્યથી સંયુક્ત થએલા તથા જાણે દેહધારી કામદેવજ હોય નહીં એવા કોઈક પુરુષને તે વેશ્યાએ ત્યાંથી જતો જોયો. तं दृष्ट्वा हृदि सा विद्धा, पंचेषोरिषुभीरयात् । चित्रं तथापि रोमांचं, स्वदेहे तु मुदादधात् ।। ९६ ॥
તેને જોઈને તે વેશ્યા એકદમ કામદેવના બાણોથી વીંધાણી તો પણ આશ્ચર્યની વાત છે કે, તે તો (ઉલ્ટી) પોતાના શરીર પર હર્ષથી રોમાંચ ધારણ કરવા લાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org