Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
१२०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
તે રાજાને શીલરૂપી અલંકારને ધરનારી તથા રૂપલાવણ્યથી જિતેલ છે દેવાંગનાને જેણીએ, એવી ધારિણી નામે પટરાણી હતી.
तस्या ऐच्छद्गुणांश्चेतो, मुक्तसंगमनोत्सुकम् । चित्रं किमत्र यन्मुक्ता, शोभंते न गुणैर्विना ।। २१ ।।
મુક્તોના એટલે મોક્ષે ગએલાઓના સંગમમાં ઉત્સુક થએલું એવું તેણીનું ચિત્ત (શાંતના આદિક) ગુણોને ઇચ્છતું હતું; પણ તેમાં શું આશ્ચર્ય છે ? કેમકે મુક્તો એટલે મોતીઓ ગુણો વિના એટલે દોરીઓ વિના શોભતાં નથી.
अथाप्य यौवनं प्राप्ता, नन्यसामान्यमानसौ । मानसे हंसीहंसौवा, न्वभवेतामिमौ सुखम् ॥ २२ ॥
હવે આ બન્ને સ્ત્રી-ભરતાર યૌવનને પામીને અનોપમ તુલ્યમનવાળાં થયા થકા માનસસરોવરમાં જેમ હંસણી અને હંસ તેમ સુખને ભોગવવા લાગ્યાં.
राज्ञी सा नादधाद्गर्भ, मृतुकाले गतेऽपि हि । ज्वलद्दावानलाद्दग्धा, यथा काननजा लता ।। २३ ॥
બળતા દાવાનલથી દગ્ધ થએલી, વનમાં ઉત્પન્ન થએલી વેલડી જેમ, તેમ તે રાણીએ ઋતુકાળ ગયો તો પણ ખરેખર ગર્ભને ધારણ કર્યો નહીં.
तेन म्लानमुखी सापि, प्राप कार्यं दिने दिने । यामिनीव हि चैत्रस्य, कामिनी गतकामना ।। २४ ॥
તેથી કરીને મ્યાનમુખવાળી અને ગએલી છે ઇચ્છા જેણીની એવી તે સ્ત્રી ચૈત્ર માસની રાત્રિની પેઠે ખરેખર દિનદિન પ્રતે કાર્યપણાને પામવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org