Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૮૮
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तस्य नाभिर्विभाति स्म, गांभिर्यभरधारिणी। धर्मपंचाननस्यात्र, सुखं स्थातुं दरीव सा ॥ २१ ॥
ગંભીરતાના સમૂહને ધારણ કરનારી તે મુનિરાજની પ્રસિદ્ધ એવી નાભિ, અહીં ધર્મરૂપી સિંહને સુખે રહેવા માટે જાણે ગુફા હોય નહીં જેમ, તેમ શોભે છે. ऊरू मुनिवरस्योरू, राजेते रजतप्रभौ ।। द्विधर्मदंतिनोरस्य, बंधनालानसंनिभौ ॥ २२ ॥
આ મુનિરાજના મનોહર તથા રૂપા સરખી કાંતિવાળા બન્ને સાથળો બે પ્રકારના ધર્મરૂપી હાથીઓના બંધનતંભ સરખા શોભે છે. तस्य जंघे लभेतेच, द्रढस्तंभश्रियं किल । शर्मदजिनधर्माख्य, हर्म्यरक्षाक्षमां क्षितौ ॥ २३ ॥
વળી તે મુનિરાજની બન્ને જંઘાઓ, આ પૃથ્વીમાં સુખ આપનાર એવા જિનધર્મ નામના મહેલની રક્ષા કરવામાં સમર્થ એવી મજબૂત સ્તંભની શોભાને ખરેખર પ્રાપ્ત થાય છે. मुनेश्च चरणौ तस्य, भातो राजीवजित्वरौ । अविलंबं तदालंबं, नृरोलंबा लपंत्वलम् ॥ २४ ॥
વળી તે મુનિરાજના કમળોને જીતનારાં બન્ને ચરણો શોભે છે, તેના આલંબનને તે મનુષ્યરૂપી ભમરાઓ! તમો તુરત સારી રીતે જેમ થાય, તેમ મેળવો. अथासौ जलदं कालं, तत्र स्थित्वा ततादरम्। नंतुं चचाल शैलेंद्र, श्री शत्रुजयनामकम् ॥ २५ ॥
હવે તે શ્રી આત્મારામજી મહા મુનિરાજ ત્યાં (અમદાવાદમાં) વિસ્તારયુક્ત આદરપૂર્વક વર્ષાકાળ સુધી રહીને શ્રી શત્રુંજય નામના ગિરિરાજને નમવાને ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org