Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ચતુર્થ સf. /
५७ श्रुत्वेति तगिरं शिष्यः, कर्णयोर्विषसारणीम् । अवदद्वदनाद्वाणी, दूरीकृतघनध्वनिम् ॥ ११ ॥
એવી રીતે કર્ણોમાં ઝેરના ઝરણા સરખી તેની વાણી સાંભળીને શિષ્ય, દૂર કરેલ છે વરસાદની પણ ગર્જના જેણે એવી વાણી મુખમાંથી બોલ્યા. हंहोऽर्हत्प्रतिमा ह्यक्ता, पूजनीया जनैरिति । જ્ઞાતિથિવિસૂત્રેપુશાસ્ત્રપાથોfધપારી | ૨૨ .
અરે! “અરિહંત પ્રભુની પ્રતિમા લોકોએ પૂજવી” એમ ખરેખર જ્ઞાતાધર્મકથાદિક સૂત્રોમાં શાસ્ત્રરૂપી સમુદ્રના પારને પહોચેલા એવા (કેવલીઓએ) કહેલું છે.
છે. તેની સાથે આત્મારામજીએ ચર્ચા કરીને તેને નિરુત્તર કર્યો. પછી ત્યાંથી નીકળીને ખોચરોદ, વંદાવર, વડનગર, ઇંદોર, અને ધારાનગરીમાં થઈને પાછા રતલામ આવી સંવત ૧૯૧૬નું ચોમાસું તેમણે રતલામમાં કર્યું મગન:સ્વામીજીએ પણ ત્યાં આવીને ચોમાસું કર્યું આત્મારામજીને તેમની પાસેથી વિદ્યા ભણવાની ઉત્કંઠા હતી, તે અનાયાસે ઇશ્વરકૃપાથી પાર પડી. આત્મારામજીએ તેમની પાસેથી ઢેઢક મતની જેટલી પુંજી હતી અર્થાત્ ૩૨ શાસ્ત્ર ઢંઢક મતવાળા માને છે, તે સર્વ ભણી લીધાં, અને કેટલાંક કંઠાગ્ર પણ કરી લીધાં. હવે આત્મારામજીના મનમાં એવી આશંકા થવા લાગી કે, મેં ઢંઢક મતનાં સર્વ શાસ્ત્રો જોયાં, તથા તે મતના સર્વ પંડિતોને હું મળ્યો, તે બધાઓનું કહેવું એકબીજાની વિરુદ્ધ છે. અમુક બાબતમાં કોઈ એક પ્રકારનો અર્થ કરે છે, તો વળી બીજો બીજી પ્રકારનો અર્થ કરે છે. અને જ્યારે કોઈ અર્થ ઠીક નથી પડતો, ત્યારે ચાર કે પાંચ જણની સલાહ પ્રમાણે મનઘડત અર્થ કરે છે. જેને પંચાયતી અર્થ કહે છે. પંજાબ દેશમાં પ્રાયઃ પંચાયતી અર્થ પ્રસિદ્ધ છે. ત્યારે હવે મારે કોનો મત સાચી માનવો, અને કોનો ખોટો માનવો? વળી કેટલાક લોક ૪૫ આગમો માને છે. કેટલાક ૩૨, કેટલાક ૩૧, અને કેટલાક ૧૧ શાસ્ત્રો માને છે. તો એમાં સાચો કોણ અને જૂઠો કોણ? મારે કેટલાં શાસ્ત્ર સાચાં માનવાં? કારણ કે બુંદી કોટાવાળા શાસ્ત્રોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org