Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૧૮
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। पन्या हि पांडुपुत्राणां, पुत्र्या पंचालभूपतेः ।। पांचाल्या पूजिता तत्र, स्पष्टं मूर्तिर्जिनेशितुः ।। १३ ।।
તે જ્ઞાતાધર્મકથામાં પાંડવોની પત્ની, તથા પંચાલ રાજાની પુત્રી એવી દ્રૌપદીએ સ્પષ્ટ રીતે જિનેશ્વર પ્રભુની પ્રતિમા પૂજેલી છે; (એમ કહેલું છે.) ततो वदत भो यूयं, किमेवं वदथ स्वयम् । મુથનોwાનનાનો, પરત્નોવિડંવિન: II ૨૪ |
માટે હે અજ્ઞાનથી પરલોકને વિડંબના કરનારા એવા તમો કહો કે, એવી રીતે તમો પોતે મુગ્ધ લોકોને શા માટે કહો છો ?
અર્થ મોઢેથી પોતાના મનમાન્યા કરે છે, તેમ મારવાડી સાધુ, ભાષામાં જે ટબાર્થ લખ્યો છે તેમાં પણ પોતાના મતની સાથે જે મળતો આવે, તે માને છે, અને બીજો છોડી દે છે. અથવા તે પાઠ ઉપર હડતાલ લગાડી પોતાની કલ્પનાનો અર્થ લખી દે છે. વળી તપગચ્છ ખરતરગચ્છવાળા કહે છે કે, ઢેઢક લોક શાસ્ત્રનો અર્થ યથાર્થ રીતે જાણતા નથી. ઇત્યાદિ અનેક પ્રકારે તેમના મનમાં સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થયા. પછી તેમણે એવો નિશ્ચય કર્યો કે, સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ ભણ્યા પછી શાસ્ત્રનો જે યથાર્થ અર્થ થતો હશે, તે હું માનીશ. આ વખતે તેમને વૈદ્યનાથનું તથા ફકીરચંદનું કહેવું સત્ય જણાયું. ઘણા દેશમાં ફરવાથી ઘણાં જૈન મંદિરો તથા પુસ્તકોના મોટા ભંડારો તેમના જોવામાં તથા સાંભળવામાં આવેલા, તેથી એ જ વખતે તેમને જૈન મત ઉપર શ્રદ્ધા ચોંટી હતી. તેમ ઢેઢક મતના કેટલાક મતમતાન્તરો જોઈને તેના ઉપર તેમની અનાસ્થા થઈ ગઈ હતી; તેથી તેમણે ગુજરાતમાં આવી અહીં પંડિત સાધુઓથી ઘણીક વાતોનો નિર્ણય કરવાનો નિશ્ચય કર્યો. વળી જૈનોનાં પ્રસિદ્ધ શત્રુંજય તથા ગિરનાર વગેરે તીર્થોની ઘણી જ ખ્યાતિ તેમના સાંભળવામાં આવેલી, તેથી એ તીર્થોની યાત્રા કરવાનો પણ તેમને ઘણો અભિલાષ થયો હતો. તેથી તેમણે તત્કાળ ગુજરાતમાં આવવાની ઇચ્છા કરી, પરંતુ જીવણરામજીએ ગુજરાતમાં આવવા માટે કેટલાક પ્રકારની દહેશત બતાવી, ના પાડવાથી તેઓ ચોમાસા બાદ ઝાવરા, મંદસોર, નિમચ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org