Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
વર્થિ . સ. /
गुरुरवनिशम्यैवं, गिरं तस्य नयान्विताम् । नो वयं शास्त्रवेत्तारो, ह्यर्हताम_संपदाम् ।। १५ ॥
એવી રીતની તેની (આત્મારામજીની) ન્યાયયુક્ત વાણી સાંભળીને ગુરુએ કહ્યું કે, ઉત્તમ સંપદાવાળા એવા અરિહંત પ્રભુના શાસ્ત્રોના જાણનારાઓ અમો નથી. व्याकरणं च कृतं येन, कंठेऽकुंठितधीमता । स विजानाति तत्सर्वं, सर्वज्ञैरुदितं श्रुतम् ॥ १६ ॥ - જે તીક્ષ્ણ બુદ્ધિવાને વ્યાકરણ કંઠે કર્યું છે, તે માણસ સર્વજ્ઞોએ કહેલું તે સઘળું શાસ્ત્ર જાણે છે.
જાવદ થઇ ચિત્તોડ ગયા. ત્યાંના જુના કિલ્લામાં પ્રવેશ કરી ઘણાંક ખંડેરો, જૈન મંદિરો, ફતેહના મહેલો, કીર્તિના સ્તંભ, જળના કુંડ, કીર્તિધર સુકોશલ મુનિની તપ કરવાની ગુફા, પદ્મિની રાણીની સુરંગ, અને સૂર્યકુંડ, ઇત્યાદિ ઘણાં પ્રાચીન સ્થાનો જોઈને તેમને સંસારની અનિત્યતા તથા તુચ્છતાનો ઇદ્રજાળની પેઠે ક્ષણ માત્રનો તમાસો યાદ આવ્યો. ચિત્તોડથી ઉદેપુર, નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલાડા, સરવાડ, જયપુર, ભરતપુર, મથુરા, અને વૃન્દાવન થઈને કાશીને માર્ગે દિલ્હી ગયા. ત્યાં ચોમાસું કરવાની આત્મારામજીની ઇચ્છા હતી, પરંતુ જીવણરામજીના કહેવાથી સંવત ૧૯૧૭નું ચોમાસું તેમણે સરગથળ નામે ગામમાં કર્યું. ચોમાસા બાદ ત્યાંથી નીકળી ફરીને દિલ્હી ગયા. દિલ્હીથી જમનાપાર, ખટ્ટા, લુહારા, બીનોલી, બડોત, અને સુનપતની આસપાસનાં ગામોમાં ફરીને સંવત ૧૯૧૮નું ચોમાસું તેમણે દિલ્હીમાં જઈને કર્યું ત્યાંથી ચોમાસા બાદ સુનપત, અને પાનીપત થઇને કરનાલ ગયા. ત્યાં પંજાબી ઢુંઢીઆના પૂજ્ય અમરસિંઘના શિષ્ય રામબક્ષ વગેરેનો તેમને મેળાપ થયો. તેઓ આત્મારામજીનું પાંડિત્ય જોઈને ઘણા ખુશ થયા. રામબક્ષ અને તેમના ચેલા વિપ્નચંદજીની ઇચ્છાથી આત્મારામજીએ તેમને શ્રી અનુયોગદ્વાર, આચારાંગ, નંદિસૂત્ર, અને જીવાભિગમાદિ શાસ્ત્ર ભણાવ્યાં. કરનાલથી અંબાલા, ખરડ, રોપડ, અને માછીવાડામાં ગયા. રોપડમાં સદાનંદજી નામે એક બ્રાહ્મણ પંડિત પાસે તેમણે સારસ્વત ભણવાનું શરૂ કર્યું ને થોડી મુદતમાં પોતાની અપૂર્વ બુદ્ધિ વડે તે ગ્રંથના પલિંગ સુધી અભ્યાસ કરી લીધો. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org