________________ ગ્રન્થ ખાસ કરીને ધમકથાનું સ્થાન લઈ શકે કારણ કે એમાં અર્થ અને કામની વાતનું સ્થાન પ્રા. નથી હોતું, હોય તે નહીંવત, મુખ્યધ્વનિ કે મુખ્ય પ્રવાહ ધર્મકથાને લગતે જ હોય છે. જેનેતરમાં કથાના પ્ર તરીકે મુખ્યત્વે રામાયણ, મહાભારત, પુરાણ વગેરેને અને બૌદ્ધોમાં સુત્તપિટક તથા જાતક કથાઓને નિર્દેશી શકાય. . અહીં આ પ્રાચીન કાળના આ આર્ય ધરતીના વિદ્વાન અને લેખકોના ચિત્તમાં કઈ વસ્તુ કેન્દ્ર સ્થાને હતી, તેમજ એમને આદર્શ કે મહાન અને સમાન હતે એ તરફ વાચકેનું ધ્યાન ખેંચવા માગું છું. પ્રાચીન ગ્રન્થકારેનું મુખ્ય ધ્યેય શું રહેતું હતું? આસ્તિ ગણાતા ભારતીય દર્શનનાં વિવિધ વિષયોનાં પુસ્તકો-જેમકે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, અલંકાર, આયુર્વેદ શિ૯૫, જોતિષ, અર્થશાસ્ત્ર યાવત કામશાસ્ત્રો. રચનારા પ્રથકારોએ પિતાના ગ્રન્થની રચનાને ઉદ્દેશ શું છે? તેને પ્રથારમ્ભમાં જ ખ્યાલ આપતા બધા " ધમર્યાદામાય” આ, કે આના ભાવને વ્યક્ત કરતું જ કઈ વાક્ય નંધ્યું હોય છે. એમાં તેઓ ધર્મ શબ્દને જ અગ્ર સ્થાન આપે છે. આથી આ દેશમાં ધર્મ પ્રત્યે કેવું બહુમાન, આદર અને અહોભાવ અને તેનું સ્પષ્ટ દર્શન થાય છે. પ્રાચીન કાળના એટલે બહુ પ્રાચીન કાળના નહીં, નજીકના કાળના વિદ્વાન લેખકે, અધિકારીઓ રાજા-મહારાજાઓ અને સામાન્ય રીતે કહીએ તે અસંખ્ય પ્રજાજનોના હૃદયમાં કેન્દ્રસ્થાને “ધર્મ' રહેતું હતું અને અર્થ- કામ’ તેને ફરતા હતા. કેન્દ્રની રક્ષા–મહત્તા અને આદર જાળવીને જ કરતા અર્થ-કામની પ્રાપ્તિ રક્ષા કે ઉપભોગ વગેરે થતું હતું. આજે (આઝાદી પછી પ્રબળ પણે) માનવીએ બહુધા કેન્દ્ર સ્થાને અર્થ અને કામને પ્રતિષ્ઠા આપી છે. અને ધમને ફરતે મૂક્યો છે. આમ ઊલટી ગંગા વહાવી છે અને એનાં અનેક માઠાં અને કટુ પરિણામો જોઈ શકીએ છીએ. ધર્મકથાનું મહત્ત્વ આ ગ્રન્થકાર “ધમ ' શબ્દ મૂકીને, બે-ત્રણ વસ્તુ વનિત કરવા માગે છે. પ્રથમ એ કે અર્થ કામની પ્રાપ્તિનું મૂળ ધર્મ છે. ધર્મ એ જ અર્થાદિનું કારણ છે. માટે મૂલ વિના શાખા પ્રશાખા કયાંથી ? મર્દ વિના કુત્તઃ શાણા) એ વાતને સૂચિત કરે છે. બીજુ ધમને માટે જ અર્થકામ છે એ ખ્યાલ ન ચૂકજો એ કહેવા માગે છે. ત્રીજી વાત એ કે તમારી અર્થ-કામને લગતી કોઈ પણ પ્રવૃત્તિને ધર્મના પુટથી પુટિત કરતા રહેજ-ધર્મના રંગથી રંગતા રહેજો–ધર્મભાવનાના મસાલાથી મિશ્રિત કરતા રહેજો, જેથી અહિંસા, સત્ય, દયા, નીતિમત્તા, પ્રામાણિકતા અને માનવતાના સલૂણે ટકી રહેશે. નાખેલ્લેખ કર્યો હોય તેવા ગ્રન્થમાં પંચકલ્પસૂણી, આવશ્યકનિકિતગૂણી" અને તેની હારિભદીયા વૃત્તિ, વસુદેવહિરડી આંદી છે. જો કે સમવાયાંગસૂત્રકાર અને નંદીસૂત્રકારે પ્રથમાનુયોગની આગળ " મૂલ” શબ્દ વધારી ' મૂલ પ્રથમાનગ' એવો ઉલ્લેખ કર્યો છે પણ બનેને વિષય એકજ હતે. " મૂલ” વાળા ગ્રન્થ સૂત્રકાલીન અને તે વિનાને ગ્રન્થ તેથી ઉત્તરકાલીન સમયને છે અને જાણવા પ્રમાણે તેના કર્તા સ્થવિર આર્યકાલક હતા. 1. આ સિવાય બૃહત્કથાસાગર વગેરે, તેમજ પરદેશના અરેબિયન નાઈટસ વગેરે સુપ્રસિદ્ધ કથાપ્રવે પણુ છે પણ તે ધર્મકથામાં ગણી શકાય નહિ.