________________ ઉપાધ્યાયજી ભગવાનના હસ્તાક્ષરોની અતિવિરલ અને અમૂલ્ય જે હસ્તપ્રત મલી છે. તેની માલીકી રાજનગર અમદાવાદના દેવસાપાડા, ડહેલા અને પગથીઆ (સંવેગી)નાં નામથી ઓળખાતા ઉપાશ્રયોના જ્ઞાનભંડારોની, તેમ જ પ્રખર સંશોધક પૂ. મુનિવર શ્રીપુણ્યવિજયજી મહારાજશ્રીની છે. આ બધી પ્રતિ મેળવી આપવાનું સૌભાગ્ય ઉપાધ્યાયજી પ્રત્યે અસાધારણ ભક્તિભાવ ધરાવનાર અને મારાં કાર્ય પ્રત્યે હંમેશા સહાનુભૂતિ રાખનાર સદાનંદી, ઉદારચેતા, પ્રખર સંશોધક, આગમપ્રભાકર વિદ્વર્ય મિત્ર મુનિવર પૂણ્યવિજયજી મહારાજના ફાળે જાય છે. આટલું પ્રાસ્તાવિક વિવેચન કર્યા બાદ સંપુટગત પ્રતિકૃતિઓ જેના ઉપરથી લેવામાં આવી છે. તે મૂલ પ્રતિઓને પરિચય આપણે જોઈએ. અહીં આ પરિચય બાહ્ય દેહને મર્યાદિત રીતે જ આપવાનું છે. प्रतिओनो विशिष्ट परिव्य 2 પ્રતિરોના મારો સ્વહસ્તાક્ષરી મૂલપ્રતિઓના કાગળ 16, 17 અને ૧૮માં સૈકાના છે અને તે અમદાવાદી " સાહેબખાની” નામથી ઓળખાતા દેશી કાગળ છે. ક કાગળ બહુધા જાડા વાપર્યા છે. કાગળની આજની પરિભાષામાં 35 થી 45 રતલી વજનના કહી શકાય. * આ કાગળને તમે બેવડા ' ળી દે તે એકાએક બટકશે નહિ કે તૂટશે નહિ. 250-300 વરસ જેટલા જુના થવા છતાં સડવા નથી પામ્યા એ જ એની વિશેષતા છે. જ્યારે આજના મુદ્રણનો કાગળ 50-60 વરસે જરૂર 4 સડી જવાને કારણ કે આજની કાગળ બનાવવાની પદ્ધતિ જ એવી છે. એ ખરે છે કે આજના કાગળની સફાઈ અને ઉજજવળતા પ્રાચીન કાગળમાં નથી હોતી. * વર્ષો પુરાણ થવાથી પલટાએલા રંગને કારણે તેની કાયાએ પીળાશપણું ધારણ કર્યું છે. 2 स्याही લખવામાં માત્ર કાળી સ્યાહીને જ ઉપયોગ થયો છે. સ્યાહી ખૂબ જ કાળી છે. ઉતાવળનાં કારણે સિદ્ધહસ્ત લહીઆની જેમ શાહીને પ્રવાહ એક સરખો ન રહેતાં આછો પાતળે થયા કરે છે. ક્યાંક પાછે ઘટ્ટ બનતું જાય છે. તેઓશ્રીને કરાવીને કે ચીપીને લખવાની ફુરસદ હતી જ કયાં? 3 कलम કલમ આપણી જુની અને જાણીતી અસલી બરૂ–કાંઠાની જ વાપરેલી છે. લખતાં કલમ જાડી રહી, પતલી રહી કે કુ બની ગઈ, એની રાહ જોઈ નથી કે પરવા કરી નથી. અને ખરેખર વિદ્વાનો માટે તે લખાણની સુઘડતા કરતાં તેને ધારાબદ્ધ અંકિત કરવાનું કાર્ય વધુ મહત્વનું હોય છે. એ આથી સ્પષ્ટ સમજી શકાય છે. ક માટે જ જન સંઘને મારી નમ્ર સૂચના છે કે છેલ્લા 50 વરસમાં પાઠાંતર, પઠભેદ, શબ્દસૂચી આદિ પરિશિષ્ટો સાથે છપાએલા તમામ ગ્રંથને પ્રતાકારે કે ફુલેકેપ સાઈઝની બુકના પેશીયલ ઉંચી જાતના દેશી કાગળ (જેમાં તેજાબ-એસીડ ન આવતા હોય તેવાં) બનાવરાવી તેના ઉપર લહી આ પાસે હસ્તલેખનથી લખાવા જોઈએ. કારણ કે ટકાઉ સ્યાહીથી લખાએલા ગ્રન્થો 200-500 વરસ સુધી ટકી શકશે, અને પ્રજા મુદ્રિત ગ્રન્થ સડી ગયા હશે ત્યારે ભાવિ પ્રજા આવી હસ્તલિખિત કતિઓ જોઈને સાથ આશીર્વાદ વરસાવશે અને પુનઃ પ્રિન્ટીંગ કરવા માટે તે અત્યન્ત ઉપયોગી બનશે.