________________ કર્યા પછી કોઈને પણ એમ લાગ્યા વગર નહીં રહે કે તેઓ આવી વિરલ સજનપ્રતિભાના સ્વામી હતા અને એમની એ પ્રતિભાના લીધે તેઓશ્રીનું નામ અમર અને ચિરસરણય બની ગયું છે. અને એમની આવી અસાધારણુ પ્રતિભાનો લાભ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત ભાષાઓની કૃતિઓ દ્વારા વિદ્રાનેને મળે છે એમ નહીં, પણ લેકભાષા (ગુજરાતી-રાજસ્થાની)માં સંખ્યાબંધ ચહ્યું અને પદ્યાત્મક હૃદયંગમ કૃતિઓનું સર્જન કરીને સામાન્ય જનસમૂહ ઉપર પણ એમણે જે ઉપકાર કર્યો છે તે પણ કદિ વીસરી શકાય એવું નથી એમની આ લોકભાષાની રચનાઓ જોતાં એ વાત . સ્પષ્ટ રીતે જાણુઈ આવે છે કે, દરેકે દરેક વિષયના જ્ઞાનને એમણે કેટલી અદભુત રીતે પચાવી લીધું હતું ! જે વિદ્રાને કે વિચારકે હજી પણ એમ માનતા હોય કે અમુક વિષય તે અમુક ભાષા (સંસ્કૃત પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષા)માં જ યથાર્થ રીતે નિરૂપી શકાય, તેઓને મહેપાધ્યાયજીની કૃતિઓ જાણે એલાન આપે છે કે જે કંઈ પણ વિષય બુદ્ધિમાં રમમાણ થઈ ગયો હોય તે એના નિરૂપણુ માટે ભાષા તે આપ મેળે ચાલી આવે છે; પછી એને આ કે તે ભાષાનું કાઈ બંધન નનું નથી. વળી એમ પણ લાગે છે કે, મહાપાધ્યાયજીન સાહિત્ય સર્જનને વેગ અદમ્ય હતે. એકવાર એક વિષયનું નિરૂપણું અંતરમાં સાકાર થયું એટલે પછી એ વેગીલી કલમ દ્વારા ભાષાનો આકાર ધરીને જ રહેતું. એ વખતે પછી તેઓ ન તે લહિયાની રાહ જોવા થોભતા કે ન તે લેખન સામગ્રીના સારા ટાપણામાં કાળક્ષેપ કરતા. પછી તે કઈ લહિયો મળે તે ઠીક, નહીં તે સ્વયં કાગળ ફલમ અને સ્યાહી લઈને લખવા બેસી જતા અને પિતાના અંતરમાં ઘૂઘવાતા જ્ઞાનના પૂરને ગ્રંથસ્થ કર્યો પછી જ સંતોષ પામતા, પર્વતમાં ઊભરાતાં મેઘનાં જળ કદિ કોઈથી ખાળ્યાં ખળાયાં છે ખરા! એ તે પૂર કે મહાપૂર રૂપે નદીમાં કે મહાનદીમાં વહી નીકળે ત્યારે જ શાંત થાય છે. એકવાર એક ગ્રંથ રચવાને વિચાર આવ્યા પછી પ્રમાદ કરે કે નિરર્થક સમય વીતાવવો એ ઉપાધ્યાયજી મહારાજના સ્વભાવમાં જ ન હતું. એથી જ એમના પિતા હાથે જ લખાયેલી એમની સંખ્યાબંધ કૃતિઓ આપણું જ્ઞાન ભંડારમાંથી સમયે સમયે ઉપલબ્ધ થતી રહી છે અને હજી પણ ઉપલબ્ધ થતી જાય છે. આવા મોટા વિદ્વાન અને જાતે પુસ્તક લખવા બેસે, જાણે આપણી કલ્પનાને આ નવી નવાઈની વાત લાગે તેવું છે. પણ એ નવાઈની વાત જ મહાપાધ્યાયની અસાધારણ વિદ્વત્તાની, મહત્તાની અને સાહિત્યસર્જનની અદભુત પ્રતિભાની જાણે સાક્ષી આપે છે. અને આટલું જ શા માટે? મહોપાધ્યાયજીએ પિતાના હાથેથી કેવળ પિતાની કૃતિઓ જ લખી છે એવું પણ નથી. બીજા વિદ્વાનોએ રચેલી કતિઓની એમણે પિતાના હાથે ન કરી હોય એવા પણ દાખલા મળી આવ્યા છે. આ બતાવે છે કે એમની જ્ઞાન સાધના કેટલી જાગ્રત હતી અને એમની જિજ્ઞાસા કેટલી ઉત્કટ હતી. એમ કહી શકાય કે જ્ઞાન સાધનાની બાબતમાં તેઓ કેઈની પણ પરાધીનતા સ્વીકારવા તૈયાર ન હતા. જરૂરી સગવડ અને સહાય મળી તે ઠીક, નહીં તે આપણો પિતાને પુરુષાથ માં આ ગયો છે? “મવાયત્ત તુ ' એ ઉક્તિ એમણે ચરિતાર્થ કરી બતાવી હતી. આ રીતે મહોપાધ્યાયજીના હાથે લખાએલી એમની પિતાની કૃતિઓ તેમજ અન્ય વિદ્વાનોની કૃતિઓ અત્યાર સુધીમાં સારી એવી સંખ્યામાં મળી આવી છે અને હજી પણ મળતી જાય છે, એ ભારે ખુશનસીબીની તેમજ અતિહાસિક મહત્ત્વની બીના છે. ભૂતકાળમાં બીજા પણ કેટલાક વિદ્વાને એવા થઈ ગયા છે કે જેમના હાથે લખાએલી પ્રતે ઉપલબ્ધ થાય છે, પણ કેઈ પણ વિદ્વાનના પિતાના હાથે લખાએલી પ્રતે આટલી મોટી સંખ્યામાં મળતી હોય તે તે મહોપાધ્યાયશ્રીનીજ. - આ પ્રમાણે ઉપસાવેલા આછા ચિત્રની આછી ઝાંખી અહીં પૂરી થાય છે,