________________ યાભારતી જૈન સમિતિને તન મન અને ધનથી સહાયકે થનારાની નામાવલિ અને આભારદર્શન નેધ–સેંકડે ગ્રન્થના રચયિતા, આપણા શાસનના મહાન જ્યોતિર્ધર, ન્યાયવિશારદ, વાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજશ્રીના જીવન અને કવન ઉપર જુદા જુદા લેખ લખેલા લેખો મુદ્રિત થતા તે પુસ્તકસ્થ બન્યા. પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજે કુશળ રીતે સંપાદિત કરેલા આ ગ્રંથને " શ્રી યશોવિજયજી સ્મૃતિ ગ્રંથ' એવું નામકરણ કરવામાં આવ્યું. આ એક અભૂતપૂર્વ પ્રયાસ હતે. આ ગ્રંથનું ભવ્ય ઉદ્દઘાટન વિ. સં. 2013 ના આ મહિનામાં મુંબઈને ઉપનગર માટુંગા ખાતે શેઠ જીવણલાલ અબજી જૈન જ્ઞાનમંદિરના નીચેના હાલમાં પરમપૂજ્ય. આચાર્ય શ્રી વિજયપ્રતાપભૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજય આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, તથા પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ આદિ વિશાળ મુનિમંડળની તથા પૂ. સાધ્વીજીઓની, નિશ્રામાં અને મુંબઈ અને પરાનાં અનેક અગ્રગણ્ય આગેવાઁ, વિદ્વાને, સામાજિક કાર્યકર્તાઓ અને ત વર્ગની હાજરીમાં, અગ્રગણ્ય ધર્મશ્રદાલુ આગેવાન ઉદરચરિત શ્રી માણેકલાલ ચુનીલાલના શુભ હતે અતિ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ સમારંભે એક યાદગાર બની ગયો હતો. આ પ્રસંગે તત્કાલ જરૂરી જેટલું લગભગ સત્તાવીસેક હજાર રૂ. નું ફંડ પૂજ્ય આચાર્ય શ્રી : વિજયધર્મસૂરીશ્વરજી તથા પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજની પ્રેરણાથી થવા પામ્યું હતું. ઉપાધ્યાયજી ભગવંતની આબાલગોપાલ ઉપકારક થનારી વાણીના પ્રચારમાં જે મહાનુભાએ આર્થિક સહાયતા કરેલી તેઓની યાદી આભાર માનવા સાથે અહીં આ આપી છે. * * : નવા થયેલા ફંડ અંગે હાદિક આભાર " ઉપરનું ફંડ ખૂટી જતાં બે વરસ ઉપર એટલે ઈ. સ. 1960 માં ઉપાધ્યાયજી ભગવંતના નવા 20 થી 25 નવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કાર્ય ઉભું થતાં વિશેષ ફંડની જરૂરિયાત ઊભી થઈ. એ માટે સંસ્થા તરફથી એક અપીલ છાપીને બહાર પાડી. અને એ અંગે પરમ પૂજય આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજે, પરમપૂજય આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજે તથા પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજે કુંડનું કામ હાથ ઉપર લીધું. પરિણામે ગોડીજી જૈન દેરાસર, પાટી જેમ દેરાસર, પ્રાર્થના સમાજ જૈન દેરાસર, નમિનાથ જૈન દેરાસર, માટુંગા જૈન દહેરાસર, ઘાટકોપર જૈન દેરાસર વગેરે દેરાસરો તરફથી તેના ટ્રસ્ટીએ ઉદારતાથી કાળો નેધા અને શ્રી સંઘના અનેક ભાઈઓ-બહેનોએ પણ સારો આર્થિક સહકાર આપે જેના પરિણામે હાલની અમારી ચિંતા દૂર થાય તેટલું ફંડ થવા પામ્યું. એ માટે તમામ ટ્રસ્ટને અને ભાઈઓ-બનેને સહર્ષ વારંવાર આભાર માનીએ છીએ. અને સાથે વિનંતી પણ કરીએ છીએ કે આ જ સહકાર જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શ્રી સંધ અમને આપતો રહેશે. લી. પ્રકાશકે