________________ તેની ઝાંખી આપણને આ સંપુટમાં જોવા મળે છે. ગુરુ શ્રી નવિજયજીએ ભાવિકાળની ક્ષિતિજમાં વેધક દષ્ટિથી એક નજર નાંખી તે તેમને દર્શન લાગ્યું કે મારે હૃદયવલ્લભ યશોવિજય” ભાવિકાળમાં જૈનશાસન અને જૈનધર્મને મહાપ્રભાવક, તેમજ જૈન વાલ્મયને અસાધારણ વિદ્વાન થશે. એટલે પિતાના પ્યારા શિષ્યને સર્વદર્શન સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા, દૂર દૂર રહેલા કાશીના વિદ્યાધામમાં લઈ જાય છે. આપત્તિએ વેઠીને પણ અનેક રીતે સહાયક બને છે. અને અસાધારણ કટિના દિગગજ પંડિત બનાવે છે. શું એ ઉપકારી ગુરવરના ઉપકારનાં મૂલ્ય કદીએ અંકાશે ખરાં? એટલું જ નહીં, પણ શિષ્યના અભ્યાસમાં અને ગ્રથસજન કાર્યમાં ઉપયોગી સાહિત્યકૃતિઓની નકલ ખુદ ગુરુશ્રી જાતે જ કરી આપીને કેવા સહાયક બન્યા છે તેનું એક આદર્શ અને પ્રેરક દૃષ્ટાંત છે. ધન્ય છે ! એ મહામના, શિષ્ય વત્સલ ગુરુદેવને ! આવી ગુરુકૃપા પણ તેને જ પ્રાપ્ત થાય છે કે જે શિષ્ય પરમ ગુરુભક્ત હોય, પરમ આજ્ઞાંકિત હોય અને જેઓએ ગુરુશ્રી પ્રત્યેના " સમર્પિત " ભાવની જોત જલતી રાખી હોય ! ગુરુભક્તતા કે સમર્પિત ભાવ તે ઉપાધ્યાયશ્રીજીને કે હવે તે તે તેઓશ્રીના સાહિત્યક્ષેત્રથી પરિચિત જનથી અજાણ નથી. ઉપાધ્યાયશ્રીજીની હાની કે વ્હાટી (પ્રાય:) ભાગ્યે જ કોઈ કૃતિ મળશે કે જેમાં ગરશ્રીને નામોલ્લેખ કરવાનું તેઓશ્રી ચૂક્યા હોય ! પ્રથમ ગુરુનામ પછી જ પિતાનું નામ હોય. ત્રણ જ કડીના સ્તવન જેવી હાનકડી કૃતિમાં પણ પ્રથમ માથે ગુરુનામ લખીને કે રાખીને, તેની છત્ર છાયા નીચે જ સ્વનામ મૂકવામાં જ પોતાનું ગૌરવ અને શેભા માની છે. સ્વનામ આગળ લધુતા દર્શક શિષ્ય–સેવક ઈત્યાદિ વિશેષણો દ્વારા ગુરુની ગુરુતા અને શિષ્યની લઘુતાના સદગુણોનું દર્શન કરાવ્યું છે. આજના યુગમાં ગુરુ શિષ્યો માટે ને એમાંય શિષ્યો માટે તે ખાસ ધડ લેવા જેવી આ ભારે પ્રેરક ઘટના છે. આનાથી ગુરુ શિષ્યની બેલડી વચ્ચે કેવો નિર્મળ અને દઢ સ્નેહ પ્રવતતે હશે તેને ખ્યાલ મળી રહે છે. આ બધું વિનય અને વાત્સલ્યના આદાન પ્રદાન ધર્મ જ શકય બનાવ્યું હતું એમ કહીએ તે તે ખરેખર ઉચિત જ છે. મહોપાધ્યાયજી ભગવાનની સભ્ય જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધના, સદા અપ્રમત્તતા અને આધ્યાત્મિક સાધનાના જેટલા ગુણાનુવાદ કરીએ તેટલા ઓછી છે. આ ચિત્ર સંપુટમાંથી એમના આવા અમર વ્યક્તિત્વનાં ચેડાં પણ દર્શન થશે તે આ પ્રયાસ સફલ થયે લેખાશે. હવે આ ક્ષેત્રની એક અન્ય ભાવના વ્યક્ત કરું કે, છેલ્લા એક હજાર વર્ષ પૈકીની જેન શ્રીસંધની સુપ્રસિદ્ધ, ગણનાપાત્ર કે નામાંકિત વ્યક્તિઓ પૈકી જેના જેના હસ્તાક્ષર પ્રાપ્ત થયા હોય તેને એકત્રિત કરીને જે તેને આ સંપુટ બહાર પાડવામાં આવે તે મહાપુરુષનાં કિંમતી હસ્તધનનાં મહામૂલાં દર્શનને પવિત્ર લાભ સહુને મળે અને અક્ષર ઉપરથી જીવનદર્શન કરાવનારા નિષ્ણાતે માટે તે તે મહામૂલો રાક થઈ પડે. 1. એ તે એક જાણીતી વાત છે કે હસ્તાક્ષરો એ પણ શજ છે. એને પણ પિતાની એક સ્વતંત્ર ભાષા છે. અને એનું સ્વતંત્ર કિસ્મત પણ છે. તેઓ લખનારના ગુણ-દેષોને સકેતિક (Road) ભાષામાં વ્યક્ત કરતા હોવાથી તેના નિષ્ણાત તેના ઉકેલેને વરી વાણીમાં વ્યક્ત કરે છે. અને એથી જ હસ્તાક્ષર ઉપર ગુણદેષની ચર્ચા કરીને ફલાદેશને વ્યકત કરતાં ઇંગ્લીશ ગુજરાતી વગેરે ભાષામાં અનેક પુસ્તકે પણ લખાયાં છે,