________________ કાળે 73 પાનાં લખવામાં આવ્યાં, જેનું શ્લોકમાન 4600 થી 4000 નું થાય છે. પંદર દિવસે વચ્ચે તેની ફાળવણી જે કરીએ તે લખવાની સરેરાસ રજના ત્રસ ગ્લૅકની આવે. નિત્યક્રિયાઓને જાળવીને રોજના 300 લેકે લખી શકે ત્યારે સિદ્ધહસ્ત અને ઝડપી લહિયાની જેમ તેઓશ્રીને લખવાને પણ મહાવરે કે હશે? તેને ખ્યાલ આવી શકશે! વિશેષ વાત તે વળી એ છે કે સ્વકૃતગ્ર તે લખે, પણ અન્યકત જેન- અજૈન ગ્રન્થની પણ તેઓશ્રીના જ હસ્તાક્ષરની કૃતિઓ મળે ત્યારે કેણ સાશ્વર્યમના ન બને ! ખરેખર ! ઉપાધ્યાયજી ભગવંત પ્રખર અભ્યાસક, અદ્ભુત સર્જક અને કુશળ લેખક પણ હતા. આમ ત્રણેય શક્તિઓને ત્રિવેણી સંગમ પ્રાપ્ત કરવાનું વિલક્ષણ સૌભાગ્ય કઈ વિરલ વ્યક્તિને જ લલાટે લખાએલું હોય છે. કેઈન સહજ રીતે એ પ્રશ્ન થાય કે અહીં આપેલી પ્રતિકૃતિઓ સ્વહસ્તાક્ષરની જ છે એને પર શું ? તે પુરાવાનાં અનેક પ્રામાણિક કારણે રજુ કરી શકાય એમ છે. સંપુટગત કૃતિઓ કે તેની ભૂલ પ્રશસ્તિઓથી પણ તેને ઘણો ખરો ખ્યાલ આવી શકે તેવું છે. પણ એની ચર્ચા કરવાનું આ સ્થાન નથી, તેને જતું કરીએ. બાકી પુણ્યાત્મા મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજે તથા મેં તેની પાકી અજમાયશ કરેલી છે. એટલે શંકાને કોઈ સ્થાન જ નથી. કેટલીક કૃતિઓ કે પંક્તિઓના હસ્તાક્ષર એવા પણ છે કે જે પૂર્વોપર પૂરા મળતા આવતા નથી. કેટલાક ભૂતાધિક પણે મળતા આવે તેવા છે, તે તેનું કારણ શું? તેનું વાસ્તવિક કારણ તે શોધનું બાકી છે. પણ એને સ્કૂલ જવાબ એ હોઈ શકે કે, ઉમરના ભેદ, ઉતાવળના કારણે કાં લેખનકલાના અભ્યાસની પ્રગતિનાં પરિણામે અક્ષરોનાં માપ, વળાંક કે મરેડમાં ભેદો સજાતા હોય છે, અને હસ્તાક્ષર નિષ્ણાતોથી તે એ વાત જાણીતી છે કે એક જ વ્યક્તિના હાથે લખાએલા અક્ષરે માં એવી વિવિધતા હોય છે કે એને પારખવાનું કાર્ય દુર્ઘટ બની જાય છે. અગાઉ જણાવ્યું તેમ, ઉપાધ્યાયજી અતિવ્યવસાયી પુરુષ છતાં સમગ્ર લખાણની દૃષ્ટિએ જોઈએ તે નિઃસંકોચપણે આપણે તેમને સિદ્ધહસ્ત (લહિયા) તરીકે બિરદાવી શકીએ. કારણ કે લગભગ મોટા ભાગની પ્રતિઓનાં લખાણ પ્રવાહ ગંગાના અવિરત ધસમસતા ધીર, ગંભીર પ્રવાહની જેમ એકધારો વહેતો દેખાય છે. અને એથી આપણી નજરને પણ તે જકડી રાખતા હોય છે. અલબત્ત સૌન્દર્યની દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ તે પ્રસ્તુત લેખનને સર્વોત્તમ કેટીનું ન કહી શકીએ, પણ મધ્યમ કેરીનું તે જરૂર કહી શકીએ. તેઓશ્રીના હાથની લઢણ અને શૈલી જોતાં જરુર કહી શકાય કે તેઓશ્રીને સર્જન અપ કરવાનું હતું, તે તે ચીપી ચીપી લખીને કલમને મઠારી મારી સુંદર અને નમૂનેદાર અક્ષરે લખી શકત, પણ આવા અનોખા, મહાસર્જક સંતે સૌન્દર્યની સાથે સગપણ ક્યાં બાંધવા બેસે ! તે તેમને પાલવેજ કયાંથી ? વળી આ સર્જન પાછું કેવું? એકાદ અક્ષર કે શબ્દ ન્યૂનાધિક લખાઈ જાય, કાને માન રહી જાય કે તેને તફાવત પડી જાય, તે અર્થસંગતિમાં ભારે મથામણો ઊભી થઈ જાય એવું. વળી સંખ્યાબંધ પ્રત્યેનાં ઉદ્ધરણે ટાંકવાના, સ્વપર ગ્રન્થનું અવલોકન ચિંતન-મનન ઈત્યાદિ કાર્ય પાછું કરવાનું. એટલે આવા વ્યવસાયી પુરુષે હંમેશા કાર્યવેગીજ હોય, આવા કારણે તેઓશ્રી પાસેથી સર્વોત્તમ કોટિના લેખની આશા રાખવી એ મને લાગે છે કે વધુ પડતી છે. આમ છતાં કહેવું જોઈએ કે, હસ્ત અને મનનાં સ્વાભાવિક ધૈર્ય અને પૈયને જરા પણ ગુમાવ્યા વિના અચૂકપણે લખ્યું છે. એવું તેઓશ્રીની પ્રતેિના આભિમુખ્ય સંદશનથી ચોક્કસ સમજાયું છે. આજ કારણે સ્યાદવાદરહસ્યલઘુત્તિ આદિ વૃત્તિએ પ્રથમદર્શરૂપે કાચી જ લખેલી મળી. અને તેમાં