________________ આજના ધર્મબંધુ લેખકોને વિનમ્ર વિનંતિ " ભારતની આઝાદી પછી પરદેશી સાહિત્ય, ફિલ્મો અને પરદેશના પ્રવાસને અને આવતી વાતથી કેટલાક લેખકે તેની અસર નીચે આવી ગયા છે. એટલે ભારતીય સંસ્કારો, ભારતીય આદર્શો, ભારતીય મર્યાદાઓ કે ભારતીય ભાવનાઓને પુષ્ટિ મળે તેવું લખાણું ભાગ્યે જ જોવા મળે. પણ આજે જેટલું છે એટલું પણ જીવંત રહે તેવું સર્જન કરે તેવી મારી ધર્મબંધુ લેખકને વિનંતિ છે. છેવટે જેટલું જીવંત આજે છે તે તિરસ્કૃત ન બને અથવા તે નબળું ન પડે, તેને ખ્યાલ રખાય તેય સારૂં. સેક્સ પ્રધાન સાહિત્યને મેનિયા બહુ વધ્યો છે. પ્રજાને શું ખાવું છે? એ કરતાં પ્રજાને આપણે શું ખવડાવવું છે કે જેથી તેનાં તન, મનનું આરોગ્ય જળવાય, તે સંસ્કારના સાચા રખેવાળોને જોવાનું છે. ગમે તેવા ગંદા અને શ્રેરી ખોરાક ખવડાવાથી પ્રજા રોગીષ્ઠ બની ગઈ છે, યુવાન પ્રજા ઉપર એની ઘણી હેટી ખરાબ અસરો આજે પડી ચૂકી છે. ભાવિ પેઢીને આપણે કેવી જોવી છે? તે સહુ વિચારે ! માત્ર પેટ-પટારા સામું જ ન જ એ પણ પ્રજા ની નૈતિક, ધાર્મિક કે આધ્યાત્મિક ઉન્નતિ કેમ થાય ? એને પ્રધાન ખ્યાલ રાખીને સાહિત્ય પીરસે, આપણે માત્ર આલેકવાદી નથી પરલકવાદી પણ છીએ, આત્મવાદી છીએ, , માટે જીવનમાં સારા સંસ્કાર ઊભા કર્યા સિવાય ચાલવાનું નથી જ. કેટલાક લેખકે ધાર્મિક નવલકથાઓનાં નામના ઓઠા નીચે પણ વિકૃત પ્રકરણો લખી મારે છે. વિશેષ શું કહું ! આ બધી બાબતો ઉપર સંયમ રાખી કલમ ચલાવે સામાજિક શિક્ષા રક્ષાને ધર્મ બજાવે અને ભારતીય સંસ્કારોનું ઋણ અદા કરે, તેવી મારી લેખક ધર્મબંધુઓને પુનઃ વિનમ્ર વિજ્ઞપ્તિ છે. ' ઉપરોક્ત પરિસ્થિતિ વાંચીને લેખક કે વાચકે મને જુદી જુદી દષ્ટિએ નિહાળે તે સ્વાભાવિક છે. પણ એક બાબત હું સ્પષ્ટતા કરું કે પરિસ્થિતિ ખૂબ બગડેલી હોવા છતાં નિરાશાના ક્ષેત્રમાંને અતિમવાદી હું નથી બન્યો. ઘણીવાર આશા નિરાશાના પ્રવાહો આપણા જીવનમાં સમાંતર લીટીએ જ ગતિ કરી રહ્યા હોય છે. હું ઈચ્છું છું, ઈચ્છું છું એટલું જ નહિં પણ ઈશ્વરને પ્રાથુ છું કે મારી નિરાશા એક દિવસ આશામાં ફેરવાઈ જાય એવા દિવસો જલદી આવે ! મારી અન્તિમ પ્રાર્થના બીજો ખુલાસે એ પણ કરે કે મેં ઉપર જે પરિસ્થિતિનું ધૂંધળું ચિત્ર દોર્યું છે તેવી બધી જ પરિસ્થિતિનો શિકાર આ દેશને મોટા ભાગ બની ગયું છે એવું પણ હું માનતા નથી. ગાઢ અંધકારમાં પણ પ્રકાશને ઘણું તારલાઓ દેશમાં ચમકતા છે. જ્યારે પ્રજાને પુન્ય પ્રકષ વધશે અને કોઈને કઈ નિમિત્ત મળતાં ઈષ્ટાશાનો સૂર્યોદય જાગશે ત્યારે અજ્ઞાન અને વિકૃતિનાં અંધારા ઉલેચાતાં વાર પણ નહિં લાગે. પરમાત્મા ! આ દેશ માટે એ દિવસ જલદી લાવે એ જ પુનઃ અંતિમેચ્છા. વિ. સં. ? 2025 - जैन जयति शासनम् / મુનિ વિજય તીથ ચેમ્બુર-મુંબઈ