________________ શકયું નથી તે માટે દિલગીર છું, એમ છતાં સમગ્ર ગ્રંથને સંક્ષિપ્ત સાર, એમાં ખાસ કરીને સંસારી જીવનું અસંવ્યવહાર નગરમાંથી નીકળવું તે પછી હિંસા, ક્રોધ, અને સ્પર્શેન્દ્રિયના વિપાકે અસત્ય, માન અને રસનેન્દ્રિયના ચેરી, માયા, ઘાણ નાસિકા ઇન્દ્રિયની પરિગ્રહ, મેહ, કણેન્દ્રિયના વિપાકે અને પૂર્વોક્તાર્થને ઉપસંહાર છેવટે આધ્યાત્મિક સુંદર બંધ આ વિયેને સારાંશ બનશે તે થોડા વધુ વિસ્તારથી અલગ આપશું. આ પ્રસ્તાવના લખતાં શાસ-ઈતિહાસ કે ગ્રંથકારના આશયને અનનકલ વિધાન થયું હોય તે ક્ષમા માગું છું અને વાંચકને તે જણાવવા વિનંતિ કરૂં છું. ચેમ્બર તીર્થ વિ. સં. 2026 માગશર વદિ 10 છે. શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક મુનિ શોવિજય