________________ સા, મેટાઇસના, તેમજ અધિકાર એ બધું જ ક્ષણિક છે, ક્ષણસ્થાયી છે, વિનશ્વર છે અને દુખગતિ ક્ષણિક સુખ કે આનંદને ચખાડનારું છે. ખરી રીતે તે સુખાભાસી પદાર્થો છે. સમગ્ર સંસાર અસાર છે અને સંસારના જડ ચૈતન્ય પદાર્થો અનિત્ય-ક્ષણિક છે. અજ્ઞાન, અત્યાગ, અવિદ્યા, કર્મ, પ્રકૃતિ, સંસારનું મૂળ છે. મેક્ષમાર્ગની કે મેક્ષપ્રાપ્તિની એ વિરોધી બાબતે છે. પ્રાપ્ત સત પદાર્થોને, પિતાને આત્માના હિતમાં, જીવન સુધારણામાં સદુપયોગ કર્યો અથવા બીજા જીવોની રક્ષા, સેવા, પરોપકાર, કે ઉહારમાં અને એમાંય સામાની (માત્ર દ્રવ્યયા જ નહિં પણ) ભાવદયા એટલે વિષય કક્ષાની વાસના ઘટાડવામાં, વાસદેષની હાનિ માટે જે ઉપયોગ કર્યો તે તારું ઈહિલૌકિક, અને પારલૌકિક કયાણ (સદગતિ, શ્રેષ્ઠ સ્થાન વિગેરે) નિશ્ચિત છે નહીંતર અનંત સંસારની દીર્ધ અને દુ:ખદ રખડપટ્ટી ઊભી જ છે. એક વાત દીવા જેવી સ્પષ્ટ સમજી રાખવી જોઈએ કે માનવી માત્ર, અહિક ભૌતિક સુખને જ આનંદ માણવા કે લૂંટવા નથી આવ્યું. આ મહાન કિંમતી અતિદુલભ જન્મનું ધ્યેય, માત્ર ઉંમરમાં વધે જવું, સ્કુલ, કોલેજોમાં, વ્યાવહારિક શિક્ષણ મેળવે જવું,ઉપાધિઓ મેળવવી, વિશ્વના પ્રવાસો ખેડવા, વેપારે ખીલવવા, સંસાર માંડે, ઘર, બંગલા ઊભા કરવાભવ્ય ઈમારતો બાંધવી, કીંમતી વાહનની મેજ માણવી, બગીચા ગાડી, વાડી, લાડીના ભોગે ભેગવવા, નામનાઓ કાઢવી, ઉદ્યોગપતિ કે મેટા વહેપારી કહેવડાવવું, સ્વાભિમાનને પોષવું ફૂડ કપટ કરવા, લાંચરૂશ્વત દ્વારા ભારોભાર અસત્યને આશ્રય લઈ હોદ્દાઓ મેળવવા અને એ બધાયને અને (છેવટ) મૃત્યુને ભેટવું. આટલું જ નાનકડું ધ્યેય લઈને તે આવ્યો નથી, પણ તે મહાન બેય લઈને આવ્યો છે. એ બેયની યથાશક્તિ સફળતા મેળેવી શકે અને મહાન જન્મને સાર્થક બનાવી શકે માટે કથાકારોએ ધમકથાઓ જ છે અને એટલા માટે જ કથા ગ્રન્થના પ્રારંભમાં એ જ ઉદેશ, પ્રતિજ્ઞા વગેરે જણાવવામાં આવે છે. કોઈને શંકા થાય કે ધર્મકથા અને કામકથાની સાથે બીજી અનેક બાબતો શા માટે કહેવામાં આવે છે? - એકલી કથા તે નીરસ બની જાય, વિવિધ વિષયોના જિજ્ઞાસુ, વિવિધ–રસના પીપાસુ, આત્માઓને માટે વિવિધ વિષયે અને રસનું નિરૂપણ કરવા અને વાર્તાને રસમય તેમ જ આકર્ષક બનાવવા બધી જાતના. મસાલાની જરૂર પડે છે અને સુસ્વાદુ બનેલી વાર્તા જ વાચક કે શ્રોતાને ગળે ઝટ ઊતરે છે અને તે જ સુપાચ્ય બની સુસ્વાથ્ય આપનારી બની જાય છે. જાતની વણસી ગયેલી વિષમ પરિસ્થિતિ આજના કથાસાહિત્ય અંગે અને એના લેખકે અંગે કંઈક કહે, એ પહેલાં આપણુથી અનુભવાતી વર્તમાનની વણસી ગયેલી વિષમ પરિસ્થિતિની થેડીક નેધ લઉં તે ખોટું નથી. . ભારત રાજકીય દૃષ્ટિએ કે ભૌગોલિક દષ્ટિએ ભલે આઝાદ થયું હોય પણ નીતિમત્તા, ચારિત્રશીલા અને આત્મિક દૃષ્ટિએ નગ્ન સત્ય કહેવું હોય તે બરબાદ” થયું છે. જીવનના, વહેવારના, વ્યાપારના, સેવા-ચાકરીન, અને વિદ્યાકલાનાં ક્ષેત્રમાં અશિસ્ત, અસંયમ, અનીતિ, અપ્રમાણિકતા વગેરેની જે બદીઓ ઊભી થઈ છે તેથી આબાદીનાં પ્રકાશનાં દર્શન થવાને બદલે બરબાદીનો અંધકાર જોવા મળે છે. આ બરબાદી કેમ આવી? 18 વરસમાં માનવ મનનું ધરખમ અને ઝડપી પરાવર્તન કેમ આવ્યું? નૈતિક અને સંયમી જીવન પ્રત્યેની શ્રદ્ધા વિચલિત કેમ બની ગઈ? જીવનમાં દંભ, કૃત્રિમતા અને “શે " નાં નાટકે ભજવાતાં કેમ બની ગયાં ? એની સમીક્ષા કરવાનું આ સ્થાન નથી. પણ આપણી ધારી અસર