________________ રીતિરીવાજો વગેરે બધુંએ ચિત્રમાં પરદેશી ઢબનું જ હોય છે. બહુ ઓછી છાપાએ દેશી ઢબે ચિત્રકથા - રજુ કરતા હશે. એ વાતનું મને આશ્ચર્ય રહે છે અને મારા મનનું સમાધાન થતું નથી કે આઝાદ રાષ્ટ્રમાં માત્ર પરદેશી કથાને જ સ્થાન શા માટે? શું દેશી કથાઓ-પ્રસંગે નથી ? કદાચ કલા અને રજુઆતની દૃષ્ટિએ થોડી ઘણી અપૂર્ણતા રહેશે પણ ઉત્તેજન મળતાં તેય દૂર થશે.. પણ આ પરદેશી કાટુન કે ચિત્રમય કથા બંધ કરી આ દેશની જ વેશભૂષા, ઢબછબ અને અહીંની પદ્ધતિએ તેને શા માટે ન આપવી ? પરદેશી ચિત્રકથામાં કયારેક તે વધુ પડતા અશ્લીલ–અયોગ્ય ચિત્રાલેખને પણ આવે છે. છાપું મેટા જ વાંચે છે એમ નથી, છાપું તે આજે ન્હાનાથી માંડીને હેટા, ત્યાગી ભોગી સહુ કોઈ વાંચે છે. એ વાંચકે ઉપર પ્રગટ-અપ્રગટપણે પરદેશી સંસ્કૃતિના આકર્ષણ અને વિકૃત સંસ્કારોનું કેવું બીજ રોપી જતા હશે ! શા માટે પત્રકારો આ દૃષ્ટિએ ન વિચાર! આ બધું શા માટે થઈ રહ્યું છે ? એના જવાબમાં અનેક કારણો છે, પણ હું તે મુખ્યત્વે બે કારણે દર્શાવું, એક તે પ્રજાની નબળાઈને લાભ ઉતાવી તેને નબળી બનાવીને ભૌતિકવાદ પ્રધાન બનાવવી અને બીજું કારણ ધરખમ પૈસા કમાવ અને પૈસા ખાતર ભાન ભૂલેલે આજનો માનવી શું પાપ નહીં કરે? કેન્સર જેવું વિકૃત સાહિત્ય આ રીતે ધાર્મિક ભાવના-શ્રદ્ધાને ચલિત કરનારા, જાહેર જીવનના દેહમાં કેન્સર રૂપ બની રહેલા, આજના વિકૃત કથા સાહિત્ય અને સેકસપ્રધાન ચલચિત્રોમાં પ્રજાને જીવનમાં આગ ચાંપી છે. ઉગતી ઉછરતી પ્રજાના પાયામાં સુરંગ ચાંપી છે. પછી-જનની જણે તે ભક્તજન કાં દાતા કાં શૂરની આશા કયાં રાખવી ? અસ્તુ ! અલબત્ત કોઈ એમ નથી કહેતું ન જ કહે, કે કથાઓમાં ભંગાર રસ જ હોવો ન જોઈએ. કથામાં વિવિધરસ હોય તે જ તમામ કક્ષાના જીવોને તે આપી શકે એ હકીકત છે. એને ઈન્કાર થઈ શકે જ નહિં કથામાં શૃંગારરસ પણ ભલે આવે પણ તેની શરત એ કે તે ઘઉંમાં કાંકરાની જેમ હોવું જોઈએ. પણ આજે કાંકરાનું સ્થાન ઘઉ એ લીધું છે અને વધુ પ્રમાણમાં એ જ રસ રેલાતે હોય છે અને એ રસ ઔચિત્ય, સુરૂચિ અને શિષ્ટ મર્યાદાઓના બંધને ફગાવીને જે રેલાતે રહે તે તે સાહિત્ય સીનેમા વગેરે પ્લેગને જ જંતુની ગરજ સારનારા બની જાય. ખરી રીતે તે કયા ગમે તે માધ્યમદ્વારા રજૂ થાય, પણ તે વાંચ્યા, સાંભળ્યા કે જોયા બાદ ચિત્તમાં ઉન્નત પ્રેરણા, હૃદય શાંતિ, આનંદ અને શીતલતાને અનુભવ થાય તે સમજવું કે એ કથા કથા છે. પણ જો તેની વિરૂદ્ધ અનુભવ થાય એટલે કે હૈયામાં ગડમથલે ઉભી થાય, મન અશાંત, બેચેન અને વિકૃત બને, ચિત્ત ચિંતા, ખેદ, સંતાપ અને ઉકળાટ અનુભવે, તે સમજવું કે એ કથા એ કથા નથી પણ પ્રજા માટે તે મે દી રથયાં છે. કથા પુસ્તક, ચિત્રપટ કે રંગભૂમિની હોય પણ જે તે તન, મન અને આત્માને ખાખ કરનારી હોય તે તે જોવાનું સાંભળવા માટે સભાન માનવીઓએ પોતાના અખિ, કાન સદાયને માટે બંધ રાખવા ઘટે! જેન કથા સાહિત્ય હવે સહેજે આકાંક્ષા થાય અને મનોમન પ્રશ્ન થાય કે, વર્તમાનના જૈન કથા સાહિત્ય પ્રત્યે કશુંક 1. ભૌતિકવાદ પ્રધાન શા માટે બનાવે છે ? તે પ્રશ્ન અંગે ડું ઉંડું રહસ્ય છે. પણ તે અહીં ચર્ચવું અસ્થાને છે. 2. કથાની વ્યથા ઉપર તે એક ખાસું પુસ્તક લખી શકાય.