________________ કહેવાનું છે? એ તન્દુરસ્ત છે ખરૂં? આને ટ્રકે સર્વ સામાન્ય જવાબ એ કે સાધુ પુરુષના હાથે જે લખાએલું હશે તેની સામે પ્રશ્ન ખડો રહેતું નથી એટલે એની સામે લખાણની વિકૃતિ બાબત અંગે મારી ફરિયાદ નથી. પણ અમુક ગૃહસ્થ લેખકો સામે છેડી ફરિયાદ કરવાની છે ખરી. જો કે હું વાર્તાકથાકાર નથી, તેને લેખકે પણ નથી, મને યાદ છે ત્યાં સુધી મારી ઈચ્છાથી મેં ધાર્મિક કે સામાજિક એક પણ નવલકથા પૂરી વાંચી નથી. અલબત પુસ્તક ખરીદીના પ્રસંગમાં લાયબ્રેરીઓ માટે નવલકથાની ખરીદીનું કાર્ય કયારેક આવતું ત્યારે, શિષ્ટ અને સંસ્કારી નવલકથાની પસંદગી માટે “સ્થાલી પુલાક કે ‘સિંહાવલોકન' ન્યાયે આડા અવળા ચાર છ, પાના ઉપર ઉપરથી સ્થૂલ નજરે જોઈને તેની માત્ર પસંદગી કે ના પસંદગીને નિર્ણય કરી લેત. પુનાનો એક પ્રસંગ - એવામાં સં. 2015 ની સાલમાં પુનાના એક જાણીતા લેખકને એક પુસ્તક માટે મારે અભિપ્રાય જાણવાની જિજ્ઞાસા થઈ. તેઓ પુસ્તક લઈને જ આવ્યા હતા. તે પુસ્તક મને આપતાં કહ્યું કે, આ પુસ્તક વાંચી આપને તટસ્થ અભિપ્રાય મારે જાણે છે, કહ્યું કે મને આવા વાંચન માટે સમય કયાં છે ? અને ખાસ રસ પણ નથી, કયારે વંચાશે તે પણ ભગવાન જાણે ! પણ તેને કહ્યું કે ભલે મહિનાઓ જાય પણ મને મારા મનનું સમાધાન મેળવવું છે કે મેં જે અભિપ્રાય નક્કી કર્યો છે તે પ્રામાણિક અને સાચું છે કે કેમ? માટે ગમે તેમ કરીને આપ આ માટે તે સમય લે ને લેજે જ. તેની આ લાગણીને હું ઈન્કાર ન કરી શક્યો. મેં મૌન રાખ્યું એટલે તેમને તે મને પુસ્તક ભળાવીને વિદાય લીધી. થોડા દિવસો બાદ તે ખેલ્યું. પ્રરતુત પુસ્તક સંયુક્ત લેખક યુગલે લખ્યું હતું. બંને લેખકે ગુજરાતના ખ્યાત નામ હતા. ધીમે ધીમે ફુરસદે જે તે, ચારેક મહિને તે પૂરું કર્યું. જીદગીમાં પૂરેપૂરી નવલકથા વાંચી હોય તે આ પહેલી જ હતી. જે લેખક મિત્રને અભિપ્રાય આપવાની જવાબદારી મેં સ્વીકારી ન હોત તે, બીજી વાર્તાઓની જેમ આ પણ ઉપેક્ષિત જ, રહત લેખક તે પ્રતીક્ષામાં જ હતા. એક દિવસે તે આવ્યા અને અભિપ્રાય માગ્યો એટલે મેં કહ્યું કે તેની નરસી બાજુ અંગે કહું તે એ કે " લેખકે બંગાર રસને વધુ પડતે બહેલા છે. અને એને વધુ માદક બનાનવા જતાં કયાંક કયાંક અશ્લીલતા પણ ઊભી કરી છે. મને લાગે છે કે પ્રતિષ્ઠિત ગણાતા લેખક બંધુઓએ આવી છૂટ ન લીધી હત તે સારું હતું !' મારે ટ્રકે અભિપ્રાય પૂરો થતાં તરત જ બોલ્યા કે મહારાજશ્રી ! આપને પ્રામાણિક અભિપ્રાય મળતાં મને ઘણે સંતોષ થાય છે. કારણકે હું એ જ અભિપ્રાય ધરાવતે હતે. બીજા લેખકનો બીજો પ્રસંગ કે અમારા જ્ઞાન ભંડારના પુસ્તકની ખરીદીની જવાબદારી મારા શિરે વધુ હોવાથી જૈન તેમજ અજૈન લેખકની કેટલીક નવલકથાઓના આગળ પાછળનાં કે વચલા પાનાં ઉપર ઉપલક રીતે નજર ફેરવી જતે ખરો, અને તે ખાસ કરીને એ માટે કે આ પુસ્તક સંઘરવા જેવું છે કે કેમ ? વળી સાથે સાથે આજના લેખકે વાચકેને કેવું કેવું પીરસી રહ્યા છે તે જોવાની પણ તેમાં નેમ ખરી. એક વખત ગુજરાતના જાણીતા લેખકની નવલકથાઓ માટે અમદાવાદની એક વિચારશીલ યુવાન વ્યક્તિ જે લેખકની પણ જાણીતી હતીતે એકાએક આવી, અને મને તે લેખકની કૃતિઓ માટે કહ્યું કે ખાઓ લેખકની નવલકથાઓ કેવી લાગે છે? મેં કહ્યું તમે મને કયા મુદ્દા ઉપર પૂછી રહ્યા છો ?