________________ સામે જે ચાલી રહ્યું છે તે જોઈને કોઈ પણ સદાચાર, સુસંસ્કાર, નીતિમત્તા અને સંયમ ગુણની પક્ષ , પાતી વ્યકિતને ભારોભાર વેદના થયા વિના રહે નહિ. આજે ન જોવાનું જોવાઈ રહ્યું છે. અને ન સાંભળવાનું સંભળાઈ રહ્યું છે, ન બોલવાનું બેલાઈ રહ્યું છે, ન વિચારવાનું વિચારાઈ રહ્યું છે, ન કરવાનું કરાઈ રહ્યું છે, કેઈને પિતાની જવાબદારી કે, નૈતિક ફરજો પ્રત્યે જોવાની ખેવના નથી. શિસ્ત કે સભ્યતાના આદર્શો તરફ વિચારવાનું નથી. બહુમૂલ્ય આદર્ભો જાળવવાં નથી. સહુને પિતાના અંગત સ્વાર્થ, સત્તા, અને શોખની જ માત્ર પડી છે. શિસ્ત અને આદર્શ ખાતર પિતાના અંગત સ્વાર્થ, સત્તા ટે કે શેખને તિલાંજલિ તે આપવી નથી પણ તેને મર્યાદિત બનાવવા પણ નથી. પરિણામે રાજકીય ક્ષેત્રે, વિવિધ પ્રકારના ભારે સંધર્ષણ, અથડામણ અને અશાંતિઓ જન્મી છે હાના-મ્હોટા વચ્ચેની વડીલજને વચ્ચેની વિનય-વિવેક અને બહુમાનની મર્યાદાઓ વધુ પ્રમાણમાં જોખમાઈ ગઈ છે. એની કોઈને ચિંતા બળતરા નથી. “વર મરે કે કન્યા મરો પણું મારું તરભાણું ભરો” આ કહેવત અનુસાર સહુ (ખાસ કરીને નેતાઓ કે તે ક્ષેત્ર કે સ્થાનના આગેવાનો સવિશેષ ) માત્ર પિતતાની જ ચિંતા અને સલામતીમાં મસ્ત છે. દરેક વ્યકિત પિતાની જાતને સંપૂર્ણ સમજ, જ્ઞાની, અને હું શિયાર,સમજી બેઠી છે. પોતે જે રીતે વતે છે ચાલે છે એ જ ઠીક છે, એવી ભ્રમણા સેવી રહેલ છે. પરિણામે તે ગુરુજનની કે વડીલોની , * સલાહ, સૂયના કે ઉપદેશની જરૂરીઆત સ્વીકારતી નથી. સલાહ સૂચના સાંભળવી ગમતી નથી. અરે ! તેને સંભળાવનારા પણ ગમતા નથી. એ તે પિતાના મનમાં ઊગ્યું, મનમાં આવ્યું, એ જ બરાબર. એ જ સાચું. એમ માની સ્વછંદી જીવન જીવી રહ્યો છે. સ્વીત નીતિનિયમને છડેચોક ભંગ કરી રહ્યો છે છતાં તે મસ્ત થઈને મહાલતા હોય છે. હું કરી રહ્યાને કઈ ખેદ, લાજ કે શરમ અડતી નથી, આ રીતનું જીવન મારી ખાનદાનીને, મારી કુલીનતાને જાતને છાજતું નથી, આ રીતનું જીવન અવિનયી, અવિવેકી હોવાથી પાપરૂપ છે. એવા વિચારો પણ આ જાતના અ૫–છીછરી સમજણવાળા આત્માઓને અવે પણ ક્યાંથી ? આથી ઘરમાં કુટુંબમાં, સંઘમાં, સમુદાયમાં આંખના તેમ જ વાણીનાં પ્રેમનીર સુકાયાં છે. અરે ! માનવ પોતાની જાત પ્રત્યે અશ્રદ્ધાળ અને અવિશ્વાસુ બને છે એ ઓછા દુ:ખની વાત છે? મેં દશ વરસ પર એક સ્થળે લખ્યું હતું કે “આ ધરતીના પવિત્ર આદર્શો જોખમાયા છે. જીવનને સંયમિત અને સુવાસિત રાખતી શ્રેષ્ઠ મર્યાદાઓની લક્ષ્મણરેખાઓ ભુંસાઈ રહેલી છે. જીવનમાં પાયારૂપ ગણાતા વિનય-શિસ્ત કે સભ્યતાના ઠી છે. વિવેકને છેવ દેવાઈ રહ્યો છે. પોતાની જાત પ્રત્યે, કુટુંબ પરિવા ગામ, શહેર, પ્રાંત, દેશ, અને યાવત વિશ્વ કે વિશ્વના માનવીઓ પ્રત્યે, તેમજ વિશ્વની માનવતા પ્રત્યે, બજાવાની ઉચિત ફરજો અને મિત્રી પ્રત્યે, માનવી જેવો માનવી પરાડમુખ બન્યો છે. અરે ! કયારેક તે તે અતિહિંસક, અને ઘણા કરતે જાય છે હિંસા, ધિક્કાર, કડવાસ, અને ધૃણાનું વિષમય વાયુમંડલ વ્યાપક બનતું રહ્યું છે. ઉચ્ચ નીચની ભાવનાઓની ડાકણો હજુ ડાકલા વગાડી રહી છે, માણસાઈ--માનવતા ધ્રુસકે ધ્રુસકે રોઈ રહી છે ઈન્સાનીયતે વિદાય લીધી છે. અંતરના અમી સુકાઈ ગયાં છે. પ્રેમને પ્રકાશે દૂર સુદૂર જતો રહ્યો છે. એથી આગળ વધીને વાત્સલ્ય હેત ગઈ કાલની ગુજરી બની રહે એવાં ચિહને નજરે પડી રહ્યાં છે. વધુ કહું તે આજે માનવતાનું મડદું જાણે કફન ઓઢીને સૂઈ ગયું છે. બીજાઓ ઉપર સત્તા અને વર્ચસ્વ જમાવવા જાતજાતના પેંતરાઓ, તે છૂપાવવાની તરકીબો, એ બધું જાણે જીવનના એક ભાગરૂપ બની ગયું છે. અરે ! એ એક કર્તાવ્યરૂપ બની ગયું છે. છતાં એને નથી લાજ, નથી શરમ. તે તે વધુ ને વધુ બેશરમ, નફફટ અને નિલજ બની રહ્યો છે. છતાં હું ખોટું કરી રહ્યો છું તે ખ્યાલ પણ ક્ષીણ થવા માંડયો છે. કેઈ ખ્યાલ આપે છે તે લેવા તૈયાર નથી, વદી જીવન જીવનારા માટે આ એક કરૂણ હેનારત છે. "